અમેરિકાની F-16 અને રશિયાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના (S 400 missile defence system) આધારે ગ્રીસને આંખો દેખાડનાર તુર્કીને હવે જડબાતોડ જવાબ મળ્યો છે. ગ્રીસને ફ્રાન્સમાં બનેલા તેના પ્રથમ છ રાફેલ ફાઈટર જેટ (Rafale fighter jets) મળ્યા છે. આ 6 રાફેલે બુધવારે મધ્ય એથેન્સમાં એક્રોપોલિસ ઉપરથી ઉડાન ભરી હતી. એવી શક્યતા છે કે ફ્રાન્સ સાથેના સંરક્ષણ સોદા હેઠળ ખરીદવામાં આવેલા આ વિમાનોને કારણે ગ્રીસનો (Greece Rafale Puja) તેના ઐતિહાસિક હરીફ અને નાટો સભ્ય તુર્કી (Turkey) સાથેનો તણાવ વધુ વધશે. ગ્રીસે 3 બિલિયન યુરો કરતાં વધુ મૂલ્યના કુલ 24 દસોલ્ટ-બિલ્ટ જેટનો ઓર્ડર આપ્યો છે.
ગ્રીસ તેની સેનાને આધુનિક બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ માટે જ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવામાં આવ્યા હતા. તુર્કી અને ગ્રીસ વચ્ચે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં ઊર્જા સંસાધનોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં રાફેલ વિમાનનું આવવું એક મોટી વાત છે.
આ સિવાય એરસ્પેસ, કેટલાક એજિયન ટાપુઓ અને વંશીય રીતે વિભાજિત સાયપ્રસના ટાપુને લઈને પણ બંને દેશો વચ્ચે તણાવ છે(Greece Turkey Tensions). પરંતુ આ મુદ્દાઓને ઉકેલવા માટે બંનેએ ગયા વર્ષે ફરી વાતચીત શરૂ કરી હતી. ગ્રીસના (Greece PM Kyriakos Mitsotakis) વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસે જણાવ્યું હતું કે, “આજે પહોંચેલા નવા રાફેલ જેટ સમગ્ર ક્ષેત્ર માટે વધુ સારા અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે ઉડાન ભરવા માટે તૈયાર છે.”
Greek priests praying and blessing the new #Rafale jets that arrived in Greece. pic.twitter.com/gNU80uWQX8
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 20, 2022
આ દરમિયાન એક ખૂબ જ ખાસ વસ્તુ જોવા મળી. રાફેલનું ગ્રીસમાં એ જ રીતે સ્વાગત કરવામાં આવ્યું જે રીતે ભારતમાં થયું હતું. અહીં પૂજારીઓએ(Greek priests) વિમાનોની ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. ગ્રીક ટેલિવિઝન એથેન્સ દ્વારા તાનાગ્રા એરબેઝ નજીક આ છ ફાઈટર પ્લેનનું જીવંત પ્રસારણ કર્યું.
જ્યા કંટ્રોલ ટાવર પરથી ‘વેલકમ હોમ’નો સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો. મિત્સોટાકિસે કહ્યું કે રાફેલ ડીલ યુરોપની ઓટોનોમી માટેની વ્યૂહરચના માટે યોગદાન આપી રહી છે. તેમણે અગાઉ સંરક્ષણ દળો, પોલીસ, કોસ્ટ ગાર્ડ અને અગ્નિશામક તરીકે કામ કરતા લોકો માટે કર રાહતની જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો: Syria Rocket Attack: સીરિયન શહેર રોકેટ હુમલા બાદ આવ્યું આગની લપેટમાં છના મોત, 30 ઘાયલ