પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, કહ્યું- ભારત મારો હિસ્સો છે

|

Dec 03, 2022 | 8:42 AM

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને આ વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના ઉત્તમ યોગદાન બદલ સુંદર પિચાઈને આ એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, કહ્યું- ભારત મારો હિસ્સો છે
Google CEO Sundar Pichai
Image Credit source: ANI

Follow us on

પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા બાદ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે જ રાખુ છુ. ભારતીય-અમેરિકન સુંદર પિચાઈને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે 2022 માટે પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 50 વર્ષીય સુંદર પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કો ખાતે, સુંદર પિચાઈના પરિવારના સભ્યો અને નજીકના લોકોની ઉપસ્થિતિમાં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ભારતીય રાજદૂતે અર્પણ કર્યો પદ્મ ભૂષણ

આ અવસરે અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરણજીત એસ સંધુએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ એવોર્ડ અર્પણ કર્યા બાદ કહ્યું કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ સોંપવામાં આનંદ થયો. મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની તેમની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસ વચ્ચે આર્થિક અને તકનીકી સંબંધોને મજબૂત બનાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પિચાઈએ કહ્યું, સન્માન માટે આભાર

સુંદર પિચાઈએ કહ્યું, આ સર્વોચ્ચ સન્માન માટે હું ભારત સરકાર અને ભારતની જનતાનો ખૂબ આભારી છું. ભારત મારો એક ભાગ છે, અને હું ટેક્નોલોજીના લાભો લાવવા માટે સાથે મળીને કામ કરીને ગૂગલ અને ભારત વચ્ચેની ભાગીદારી યથાવત રાખવા માટે આતુર છું. યુ.એસ.માં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પાસેથી એવોર્ડ સ્વીકારતા પિચાઈએ કહ્યું કે ભારત મારો એક ભાગ છે અને હું જ્યાં પણ જાઉં છું તેને મારી સાથે લઈ જઉં છું. હું ભાગ્યશાળી છું કે હું એવા પરિવારમાં ઉછર્યો છું જે શિક્ષણ અને જ્ઞાનને પ્રેમ કરે છે.

પિચાઈએ કહ્યું કે ટેકનોલોજિકલ પરિવર્તનની ઝડપી ગતિના સાક્ષી બનવા માટે વર્ષોથી ઘણી વાર ભારત પરત ફરવું અદ્ભુત રહ્યું છે. ડિજિટલ પેમેન્ટથી લઈને વૉઇસ ટેક્નોલોજી સુધી, ભારતમાં કરવામાં આવેલી નવીનતાઓથી વિશ્વભરના લોકોને ફાયદો થઈ રહ્યો છે. સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં અવનવા વ્યવસાયો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની તકોનો લાભ લઈ રહ્યા છે, અને ગ્રામીણ વિસ્તારો સહિત પહેલા કરતાં વધુ લોકો ઇન્ટરનેટની ઍક્સેસ ધરાવે છે. પિચાઈએ કહ્યું કે વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે તે પ્રગતિ માટે ઉત્પ્રેરક છે, અને મને ગર્વ છે કે ગૂગલે આ બે પરિવર્તનકારી દાયકાઓમાં સરકારો, વ્યવસાયકારો અને સમુદાયો સાથે ભાગીદારી કરીને ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

Next Article