LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા

|

Aug 06, 2021 | 6:37 PM

વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ચીન દ્વારા બાંધવામાં આવેલા કામચલાઉ બાંધકામનો પણ નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તંગદિલી પૂર્વેની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે.

LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા
Chinese troops retreated from Gogra ( file photo )

Follow us on

31 જુલાઈએ ભારત અને ચીન વચ્ચે સૈન્યસ્તરની વાતચીત બાદ બંને દેશોએ શાંતિ તરફ એક મોટું પગલું ભર્યું છે. સૈન્યસ્તરની વાતચીત દરમિયાન જે મુદ્દે સહમતિ થઈ હતી તે મુજબ, ભારત અને ચીન બંને દેશોએ ગોગરા વિસ્તારમાં પાછા હટવાનુ શરૂ કર્યુ છે. બંને દેશોએ સરહદ પરના વિસ્તારોમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા છે.

આ સાથે, બાંધવામાં આવેલા કામચલાઉ બાંધકામનો પણ નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તંગદિલી પૂર્વેની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે. અગાઉ ગયા વર્ષે ચીને પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી ભારતની સરહદ તરફ ધસી આવ્યા હતા. જ્યા બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે થયેલ ઘર્ષણમાં ચીનના સૈન્યને મારતા મારતા ભારતના કેટલાક જવાનો શહીદ થયા હતા. આ બનાવ બાદ ભારત અને ચીનના સૈન્ય જવાનો શસ્ત્ર સંરજામ સાથે વર્ષે એપ્રિલથી પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોમાં સામસામે આવી ગયા હતા.

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયુ છે કે, સમજૂતી અનુસાર LAC ના આ વિસ્તાર પર કડક નજર રાખવામાં આવશે અને બંને પક્ષો તેનો આદર કરશે. શાંતિના સમયગાળાની યથાસ્થિતિ જાળવી રાખવામા આવશે. સરહદ ઉપર કોઈ એકતરફી સૈન્યનો ખડકલો કરીને સ્થિતિ બદલવામાં નહી આવે. આ સાથે, અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ ઘર્ષણનો અંત લાવવામા આવશે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ભારત અને ચીન બંને પક્ષોએ વાતચીતને વધુને વધુ આગળ વધારવા અને પશ્ચિમ ક્ષેત્રમાં LACના બાકીના સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની સાર્વભૌમત્વ અને LAC ખાતે શાંતિ માટે ભારતીય સેના અને ITBP પ્રતિબદ્ધ છે.

બંને દેશો વચ્ચે 12 માં તબક્કાની સૈન્યસ્તરની વાતચીત સાડા ત્રણ મહિનાથી વધુ સમયગાળે યોજાઈ હતી. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ તમામ મુદ્દાઓને લઈને ફરી વાતચીત અને શાંતિથી ઉકેલવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની વિદેશ વિભાગે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં સતત વિલંબિત થઈ રહેલી સ્થિતિને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નકારાત્મક અસર કરી રહી છે. 14 જુલાઈએ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓએ વાતચીત કરી હતી.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર ! પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના 2,000 રૂપિયા 9 ઓગસ્ટે મળશે, કૃષિ મંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચોઃ ખેલ રત્નનું નામ બદલવા સામે કોંગ્રેસે કહ્યુ મોદી અને જેટલી સ્ટેડીયમનુ પણ બદલો નામ

Next Article