Afghanistan Crisis: કાબુલ બ્લાસ્ટમાં 110 લોકોના મોત બાદ ખાલી કરાવવાની પ્રક્રિયા ફરી શરૂ, જર્મની, સ્પેન અને સ્વીડને મિશન કર્યું પૂર્ણ

|

Aug 27, 2021 | 9:31 PM

Kabul Mission: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદથી મોટી સંખ્યામાં લોકોએ અન્ય દેશોમાં શરણ લેવાનું શરૂ કર્યું છે. કાબુલ એરપોર્ટ પર બે આત્મઘાતી હુમલા બાદ અટકાવાયેલું મિશન ફરી શરૂ કરવામાં આવ્યું છે.

Afghanistan Crisis: કાબુલ બ્લાસ્ટમાં 110 લોકોના મોત બાદ ખાલી કરાવવાની પ્રક્રિયા ફરી શરૂ, જર્મની, સ્પેન અને સ્વીડને મિશન કર્યું પૂર્ણ
File Photo

Follow us on

Afghanistan Kabul Evacuation Mission: તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ અને દેશમાંથી ભાગી રહેલા હજારો લોકો પર નિશાન સાધતા બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોના એક દિવસ બાદ શુક્રવારે રાજધાની કાબુલમાં ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. અમેરિકાનું કહેવું છે કે દેશના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરવા માટે વિદેશી સૈનિકોની પાછી ખેંચવાની મંગળવારની સમયમર્યાદા પહેલા વધુ હુમલાની અપેક્ષા છે.

 

જર્મની, સ્પેન અને સ્વીડને કહ્યું છે કે તેમની ખાલી કરાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જર્મન સંરક્ષણ પ્રધાન એનિગ્રેટ ક્રેમ્પ-કેરેનબૌરે જણાવ્યું હતું કે તેમના દેશે અફઘાનિસ્તાનમાં તેનું ઈવેક્યુએશન મિશન સમાપ્ત કર્યું છે. કેરેનબૌરે જણાવ્યું હતું કે જર્મન સેનાનું છેલ્લું વિમાન સૈનિકો લઈને ગુરુવારે સાંજે ઉઝબેકિસ્તાનના તાશ્કંદ પહોંચ્યું હતું. જર્મનીએ ઓછામાં ઓછા 45 રાષ્ટ્રોન્સ 5,347 લોકોને બહાર કાઢ્યા છે. જેમાં 4 હજારથી વધુ અફગાન નાગરિકો સામેલ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

 

સ્પેને ખાલી કરાવવાની કામગીરી સમાપ્ત કરી

સ્પેનની સરકારે કહ્યું કે તેણે તાલિબાનના કબ્જામાં રહેલા અફઘાનિસ્તાનથી સ્પેનિશ લોકો અને અફઘાન નાગરિકને લઈને બે લશ્કરી વિમાનો શુક્રવારે સવારે દુબઈ પહોંચતાની સાથે અફઘાનિસ્તાનમાંથી તેની ખાલી કરાવવાની કામગીરી સમાપ્ત કરી દીધી છે.

 

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી ફ્લાઈટ્સ સ્પેનિશ સહાય કામદારો, અફઘાન સાથીઓ અને તેમના સંબંધીઓ, તેમજ છેલ્લા 81 સૈનિકો અને રાજદ્વારીઓને લાવ્યા હતા. સ્પેને કુલ 1,900 અફઘાન નાગરિકોને બહાર કાઢ્યા છે. સ્પેનિશ દળો અને દૂતાવાસના કર્મચારીઓ ઉપરાંત એવા લોકો પણ છે, જેમણે અમેરિકા, પોર્ટુગલ, યુરોપિયન યુનિયન, નાટો સાથે સહકાર આપ્યો છે.

 

સ્વીડન તેનું લક્ષ્ય પૂરું કરી શક્યું નથી

સ્વીડને કહ્યું કે કાબુલ એરપોર્ટ પરથી લોકોને બહાર કાઢવાનું તેનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ દરેક જણ બહાર નીકળી શક્યું નથી. વિદેશ મંત્રી એન લિન્ડેએ જણાવ્યું હતું કે “અમે નાગરિક સમાજના જૂથો અને સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સ્થાનિક કર્મચારીઓ સહિત વધુ સ્વીડિશ નાગરિકોને બહાર કાઢવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરી શક્યા નથી.”

 

 

આવું એટલા માટે થયું કારણ કે તાલિબાનોએ અફઘાનને રોક્યા જેમને અમે એરપોર્ટ પર લઈ જવામાં સફળ થયા. ‘લિન્ડેએ કહ્યું’ અમે 500થી વધુ સ્વીડિશ લોકોને બહાર કાઢવામાં સફળ થયા ઉપરાંત, સ્વિડન દ્વારા સ્થાનિક કર્મચારીઓ, કેટલીક મહિલા કાર્યકરો અને પત્રકારો સહિત લગભગ 1,100 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

 

અમેરિકાએ એક લાખથી વધુ લોકોને બહાર કાઢ્યા

જ્યારે અમેરિકાએ ગુરુવારે કહ્યું કે તેણે કાબુલમાંથી 1,00,000થી વધુ લોકોને બહાર કાઢ્યા છે, 1,000 અમેરિકનો અને હજારો અફઘાન ઈતિહાસની સૌથી મોટી હવાઈ ઝુંબેશમાં પોતાને બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઈવેક્યુએશન ઓપરેશનની દેખરેખ રાખતા હતા.

 

યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર લગભગ 5,000 લોકો વિમાનોની રાહ જોઈ રહ્યા હતા અને ત્યાં પહોંચતા લોકોની સંખ્યા વધી રહી હતી. ઘણા માનતા હતા કે એરપોર્ટ પર જવું જોખમી છે, પરંતુ કહ્યું કે તેમના વિકલ્પો ખૂબ મર્યાદિત છે.

 

 

આ પણ વાંચો  : Ajab-Gajab: ભારતના આ અનોખા ગામમાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, આ પરંપરા પાછળ અંધ વિશ્વાસ કે આસ્થા?

 

આ પણ વાંચો :બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Published On - 9:31 pm, Fri, 27 August 21

Next Article