જર્મનીના મેગડેબર્ગમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. લોકોથી ભરેલા ક્રિસમસ માર્કેટમાં એક સ્પીડમાં આવતી કાર ઘૂસી ગઈ અને તેમને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. જર્મન પોલીસે જણાવ્યું કે કારમાં સવાર વ્યક્તિ સાઉદીનો રહેવાસી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ જીવલેણ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના અંગે માહિતી આપતા પ્રાદેશિક વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે, અજાણ્યો કાર સવાર સાઉદી અરેબિયાનો રહેવાસી છે અને તેની ઉંમર 50 વર્ષ છે. તે એક ડૉક્ટર છે અને પૂર્વીય રાજ્ય સેક્સોની-એનહાલ્ટમાં રહે છે. રેનર હેસેલોફે કહ્યું, અમે ગુનેગારની ધરપકડ કરી છે, તે સાઉદી અરેબિયાનો રહેવાસી છે, ગુનેગાર એક ડૉક્ટર છે જે 2006થી જર્મનીમાં રહે છે.
વિદેશી મીડિયાએ સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ સાંજે 7:00 વાગ્યા પછી (1800 GMT) જ્યારે બજારમાં લોકોની ભીડ હતી ત્યારે એક કાળી BMW તેજ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ હતી. હેસેલોફે જણાવ્યું હતું કે, સાઉદી વ્યક્તિ ક્રિસમસ માર્કેટમાં મ્યુનિક લાયસન્સ પ્લેટ સાથે ભાડાની કાર લાવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, કારે ક્રિસમસ માર્કેટમાંથી ઓછામાં ઓછા 400 મીટર સુધી મુસાફરી કરી હતી અને શહેરના સેન્ટ્રલ ટાઉન હોલ સ્ક્વેર પર ઝડપી વાહન દ્વારા ઘણા લોકો ઘાયલ થયા હતા. ઝડપભેર વાહન બજારમાં પ્રવેશતા જ અરાજકતા સર્જાઈ હતી. જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે.
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે તેમની અને મેગ્ડેબર્ગના લોકો સાથે ઊભા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં રાહત અને બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓનો હું આભાર માનું છું.