જર્મન સરકારનુ મોટું પગલું, ઈરાનના શિયા ધાર્મિક વડાને જર્મની છોડવા કર્યો આદેશ, જાણો કોણ છે એ ?

|

Aug 30, 2024 | 2:07 PM

મોહમ્મદ હાદી મોફત્તેહ જર્મનીમાં ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગના વડા છે. તેઓ જર્મનીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના સત્તાવાર નાયબ હતા. જર્મનીના ગૃહ મંત્રાલયે મોહમ્મદ હાદી મોફતેહને 14 દિવસમાં જર્મની છોડવાનો આદેશ આપ્યો છે.

જર્મન સરકારનુ મોટું પગલું, ઈરાનના શિયા ધાર્મિક વડાને જર્મની છોડવા કર્યો આદેશ, જાણો કોણ છે એ ?
Mohammed Hadi Mofatteh, Irans Shia religious leader

Follow us on

જર્મનીએ હાલમાં જ પ્રતિબંધિત ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગના ઈરાની વડા મોહમ્મદ હાદી મોફાતેહને જર્મની દેશ છોડવા કહ્યું છે. મોફતેહને કહેવામાં આવ્યું છે કે, તેને જર્મનીમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યો છે અને દેશ છોડવા માટે તેની પાસે માત્ર બે અઠવાડિયાનો સમય છે.

હાદી મોફતેહ જર્મનીમાં ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગના વડા તરીકે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના સત્તાવાર નાયબ હતા. ગયા મહિને જ, જર્મનીએ ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોણ છે મોહમ્મદ હાદી મોફતેહ?

મોફતેહનો જન્મ 1966માં ઈરાનના ક્યુમમાં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ તેહરાનથી મેળવ્યું, ત્યાર બાદ તેણે 1984માં ડિપ્લોમા ડિગ્રી મેળવી હતી. તેણે 12 વર્ષની ઉંમરે તેના પિતાને ગુમાવ્યા. તેમના પિતા તેહરાન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ઇસ્લામિક વિદ્વાન હતા. તેના પિતા કે જેઓ ધર્મમાં કોઈપણ પ્રકારના ઉગ્રવાદના વિરોધમાં હતા તેમની એક ઉગ્રવાદી જૂથ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

મોફતેહ 2008 થી ક્યુમ યુનિવર્સિટીમાં ફેકલ્ટીના સભ્ય છે અને એસોસિયેટ પ્રોફેસરનો દરજ્જો ધરાવે છે. મોહમ્મદ હાદી મોફતેહ 2018 થી ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગના 10મા ઇમામ અને ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે નેશનલ મારેફ રેડિયો બ્રોડકાસ્ટિંગ નેટવર્કની પણ સ્થાપના કરી હતી.

શા માટે ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો?

જર્મનીમાં ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઘણા સમયથી થઈ રહી હતી. જુલાઈમાં તેની સાથે જોડાયેલી 53 સાઇટ્સ પર દરોડા પાડ્યા પછી, જર્મન સરકારે ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. આ સાથે જ આ સંગઠન સાથે જોડાયેલી 4 મોટી મસ્જિદોને પણ સીલ કરી દેવામાં આવી છે, જેમાં વિશ્વ પ્રસિદ્ધ ‘બ્લુ મસ્જિદ’નો પણ સમાવેશ થાય છે. જર્મન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગની સ્થાપના 1953 માં ઈરાનથી આવીને વસેલા વસાહતીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન પર ઈરાની સરકારની વિચારધારાને પ્રોત્સાહન આપવા અને જર્મનીમાં ઈસ્લામિક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

જર્મન સરકારનું મોફતેહને અલ્ટીમેટમ

જર્મનીના ગૃહ મંત્રાલયે મોહમ્મદ હાદી મોફતેહને 14 દિવસમાં જર્મની છોડવાનો આદેશ આપ્યો છે. તેઓને જર્મનીમાં ફરીથી પ્રવેશવા અથવા કોઈપણ સમય ગાળવા પર પણ પ્રતિબંધ છે. જો તે આ આદેશોનું પાલન નહીં કરે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

Next Article