જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!

|

Nov 22, 2021 | 1:50 PM

જર્મન પુરાતત્વવિદોએ ઇઝરાયેલમાં 12,000 વર્ષ જૂનો માછલી પકડવાનો કાંટો શોધી કાઢ્યો છે. તે હાડકાનું બનેલું છે અને તેમાં 19 કાંટા છે. આશ્ચર્યજનક રીતે, વિવિધ પ્રકારની માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારના કાંટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!
fishing hook

Follow us on

સમગ્ર વિશ્વમાં લોકો સદીઓથી માછીમારી (fishing) કરે છે, પરંતુ તેનો ચોક્કસ ઇતિહાસ હજુ સુધી જાણી શકાયો નથી. નિષ્ણાતો કહે છે કે માછીમારીનો ઇતિહાસ શોધવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેના માટે બનાવેલા હુક્સ અને ડંડો સમય જતાં નાશ પામ્યા છે. તાજેતરના સંશોધનમાં, જર્મન નિષ્ણાતો (German archaeologists)ને ઇઝરાયેલ (Israel) માં 12 હજાર વર્ષ જૂના અદભૂત કાંટા (fishing hooks) મળ્યા છે.

જર્મનીની એક પુરાતત્વીય સંશોધન સંસ્થાના સંશોધકોએ આ અવિશ્વસનીય 12,000 વર્ષ જૂનું માછીમારી ઉપકરણ શોધી કાઢ્યું છે. અત્યાર સુધી જે પુરાવા મળ્યા છે તે મુજબ સૌથી પ્રાચીન માનવ સભ્યતા માત્ર 5 થી 6 હજાર વર્ષ જૂની છે. આવી સ્થિતિમાં 12 હજાર વર્ષ જૂનો માછલી પકડવાનો કાંટો મળવો એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. પુરાતત્વવિદોને આ કાંટો ઈઝરાયેલની હુલા ખીણમાં જોર્ડન નદીમાં મળ્યો છે.

દરેક કાંટા કદ, આકાર અને વિશેષતામાં અલગ છે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પ્રોફેસર ગોનેન શેરોને બીબીસી સાયન્સ ફોકસ મેગેઝિનને જણાવ્યા અનુસાર ‘આ માછલી પકડવાનો કાંટો આશ્ચર્યજનક રીતે કદમાં આધુનિક હુક્સની જેમ જ છે અને તે હસ્તકલાનું ઉત્તમ ઉદાહરણ છે.’ તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે માછલી ફસાઈ ગયા પછી ભાગી ન શકે. સંશોધકોને હાડકાંમાંથી બનેલા કુલ 19 કાંટા અને ખાંચાવાળા પથ્થરો મળ્યા છે. સંશોધકો માને છે કે આ પથ્થરોનો ઉપયોગ માછીમારીના ડંડાના વજન માટે કરવામાં આવતો હતો.

લગભગ 12 હજાર વર્ષ પહેલાં, આ સમયે, વિચરતા શિકારીઓને બદલે, ધીમે ધીમે સમુદાયોમાં રહેતા લોકોએ શિકાર કરવાનું શરૂ કરવા લાગ્યા હતા. જે કાંટા મળી આવ્યા છે તે સમાન ડિઝાઇનના નથી. આ સૂચવે છે કે શરૂઆતના માનવીઓ પ્રાણીઓ માટે વિવિધ કદના કાંટાનો ઉપયોગ જુદી જુદી રીતે કરતા હતા. પ્રોફેસર શેરોને કહ્યું કે દરેક કાંટો કદ, વિશેષતાઓ અને ડિઝાઇનમાં અલગ છે. આ મનુષ્યો જાણતા હતા કે કઈ માછલીનો શિકાર કરવા માટે કેવા કાંટાની જરૂર છે.

અહીં મહત્ત્વની બાબત એ છે કે, 5 થી 6 હજાર વર્ષ જૂની પ્રાચીન માનવ સભ્યતા છે ત્યારે 12 હજાર વર્ષ જૂના આ કાંટા મળવા એ ઘણી જ અદ્ભૂત શોધ છે. જેમાં જર્મન પુરાતત્વવિદોએ ઇઝરાયેલમાં 12,000 વર્ષ જૂનો માછલી પકડવાનો કાંટો શોધી કાઢ્યો છે. અને તે હાડકાના બનેલા છે અને તેમાં 19 કાંટા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે વિવિધ પ્રકારની માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારના કાંટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: સરસવના ભાવમાં સતત વધારો, તેલીબિયાંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 305 રૂપિયા અને તેલમાં 470 રૂપિયાનો વધારો

 

Next Article