Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ‘ગાર્લિક એટલે આદુ’, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક

|

Nov 24, 2021 | 1:23 PM

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી લસણને આદુ કહીને ફસાઈ ગયા છે. હવે યુઝર્સ તેને આ અંગે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યા છે. એટલું જ નહીં યુઝર્સ પાકિસ્તાનના આ મંત્રીની જાણકારી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ગાર્લિક એટલે આદુ, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક
Fawad Chaudhry

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા અને પાકિસ્તાન…આ બે એવી જગ્યાઓ છે જે દરરોજ ઈન્ટરનેટની ટ્રોલ સેના માટે મજેદાર કન્ટેન્ટ પૂરૂ પાડે છે. પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) દરરોજ કોઈને કોઈ કારણોસર અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ક્યારેક આ દેશના ખેલાડીઓ તો ક્યારેક નેતાઓ (Pakistan Leader) કંઈક એવું બોલે છે જેનાથી તેઓ ટ્રોલ થઈ જાય છે. તાજેતરમાં પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી(Fawad Chaudhry)  ઈન્ટરનેટ પર ટ્રોલ થઈ રહ્યા છે. તેણે કંઈક એવું કહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

પાકિસ્તાનના મંત્રીએ ભાંગરો વાટ્યો………..

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી લસણને (Garlic) આદુ ગણાવીને ચોતરફ ફસાઈ ગયા છે. હવે લોકો તેને આ અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ પાકિસ્તાનના આ મંત્રીની જાણકારી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો પત્રકાર નાયલા ઇનાયતે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1 લાખ 64 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ મંત્રીની મજાક ઉડાવી

વાયરલ વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી મુદ્દે સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ફવાદ કહે છે, ‘લસણ’ એટલે આદુ. આદુના ભાવમાં પણ ઘટાડો થયો છે.’ આપણે બધા જાણીએ છીએ કે આદુ અને લસણ બંને અલગ વસ્તુઓ છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફવાદ ચૌધરી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

આ વીડિયો પર યુઝર્સ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યુ કે, ‘કોઈએ અધવચ્ચે લસણ પણ કહ્યું, પરંતુ તે પછી પણ…’જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આદુ અને લસણ મંત્રી માટે સરખા છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ મંત્રીની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: 63 વર્ષની ઉંમરે દાદીએ લગાવ્યા ઠુમકા, દિલજીત દોસાંજના આ સોન્ગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે….

Published On - 1:22 pm, Wed, 24 November 21

Next Article