USA : પાકિસ્તાની વૈજ્ઞાનિકને છોડાવવા અમેરિકાના ટેક્સાસમાં 4 ઈઝરાયેલી લોકોને બનાવાયા બંધક

|

Jan 16, 2022 | 7:37 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંધક બનાવનાર વ્યક્તિએ પોતાને આફિયા સિદ્દીકીનો ભાઈ ગણાવ્યો છે. જો કે, આફિયાના ભાઈના વકિલે આ વાતને નકારી કાઢી છે

USA : પાકિસ્તાની વૈજ્ઞાનિકને છોડાવવા અમેરિકાના ટેક્સાસમાં 4 ઈઝરાયેલી લોકોને બનાવાયા બંધક
Four people were taken hostage in Texas

Follow us on

અમેરિકાના ટેક્સાસમાં (Texas) ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યહૂદીઓના (Jewish) ધાર્મિક સ્થળ સિનાગોગમાં બંધક બનાવવામાં આવેલા લોકોમાંથી એકને મુક્ત કરવામાં આવ્યો છે. બંધક બનાવનારે, પાકિસ્તાની વિજ્ઞાની (Pakistan’s scientist) અફિયા સિદ્દીકીને (Aafia Siddiqui) મુક્ત કરવાની માંગ કરી છે, જે અમેરિકી સેનાના અધિકારીને મારવાના પ્રયાસમાં જેલમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંધક બનાવનાર વ્યક્તિએ પોતાને આફિયા સિદ્દીકીનો ભાઈ ગણાવ્યો છે. જો કે, આફિયાના ભાઈના વકિલે આ વાતને નકારી કાઢી છે. તે મીડિયાની સમક્ષ પણ જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને આ ઘટનાની વિગતવાર જાણ કરવામાં આવી છે અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે વૈજ્ઞાનિક આફિયાનો ભાઈ આ ઘટનામાં સામેલ નથી.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે પોલીસ અને SWAT ટીમ ઘટનાસ્થળે હાજર છે. ટીમે બિલ્ડિંગમાં હાજર વ્યક્તિનો સંપર્ક કર્યો છે. બંધકોમાં એક રબ્બી (યહુદી મૌલવી) પણ છે. આ ઘટના ઉપર ઇઝરાયેલ બારીકાઈથી નજર રાખી રહ્યુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પાકિસ્તાની વૈજ્ઞાનિકને મુક્ત કરવાની માંગ
બંધક બનાવનાર પાકિસ્તાની વૈજ્ઞાનિક અફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી રહ્યો છે, જેને અફઘાન કસ્ટડીમાં યુએસ સૈન્ય અધિકારીઓને મારવાનો પ્રયાસ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સિદ્દીકી હાલમાં ટેક્સાસની ફેડરલ જેલ એફએમસી કાર્સવેલમાં બંધ છે.

વૈજ્ઞાનિકનો ભાઈ નથી
અફિયા સિદ્દીકીના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સ્પષ્ટતા કરી કે બંધક બનાવનાર આફિયાનો ભાઈ નથી, યુએસ મીડિયાને વકીલે જણાવ્યું હતું કે તેના અસીલને કાયદા અમલીકરણ તરફથી ફોન આવી રહ્યા છે અને ખાતરી આપી છે કે તે બંધક બનાવનારાઓમાં નથી અને તે શાંતિપૂર્ણ રીતે તેની બહેનને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એક બંધકને મુક્ત કર્યા
કોલીવિલે પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેક્સાસ સિનાગોગની અંદર કલાકો સુધી બંધક બનાવવામાં આવેલા લોકોમાંથી એકને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો છે. કોલીવિલે પોલીસ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાના અમલીકરણે પુષ્ટિ કરી છે કે અંદર અન્ય લોકો હતા પરંતુ કોઈને ઈજા થઈ નથી. FBI આરોપીઓ સાથે વાત કરી રહ્યું છે.

ઈઝરાયેલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે
ઇઝરાયલના વિદેશી બાબતોના મંત્રી નચમન શાઇએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ ટેક્સાસના કોલીવિલેમાં બેથ ઇઝરાયેલમાં, બંધક બનાવવામાં આવેલા લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેક્સાસના એક સિનાગોગમાં જ્યાં યહૂદી સમુદાય શબાત સેવાઓ માટે એકઠા થયો હતો ત્યાં આ બનાવ બન્યો છે. તેમના તાત્કાલિક અને સુરક્ષિત પાછા ફરવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.

આ પણ વાંચોઃ

North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોની ઊંઘ હરામ કરી

આ પણ વાંચોઃ

નોર્વે, સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં વરુઓને શા માટે ‘મારવામાં આવે છે’ ? જાણો તેની પાછળ શું છે કારણ

Next Article