America: અમેરિકાના ટેક્સાસમાં (Texas) ચાર લોકોને બંધક બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ 12 કલાક બાદ હુમલાખોરોને ઠાર કરીને હાલ તમામ બંધકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કાયદા અમલીકરણ અધિકારીના (Law Enforcement Officer)જણાવ્યા અનુસાર, આ લોકોને ટેક્સાસમાં એક યહૂદી ધાર્મિક સ્થળ સિનાગોગમાં બંધક બનાવવામાં આવ્યા હતા.બંધકોને બચાવવાની વિગતો તાત્કાલિક જાહેર કરવામાં આવી નથી. ત્રણ કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસ સાથે આ અધિકારીઓએ વાત કરી હતી.
Prayers answered.
All hostages are out alive and safe.
— Greg Abbott (@GregAbbott_TX) January 16, 2022
મળતા અહેવાલ અનુસાર ઓછામાં ઓછા ચાર લોકોને આ હુમલાખોરોએ કેદ કર્યા હતા. તમને જણાવી દઈએ કે,બંધક બનાવનાર વ્યક્તિએ પાકિસ્તાની વૈજ્ઞાનિક અફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી હતી. અફિયા પર અફઘાન કસ્ટડીમાં અમેરિકી સૈન્ય અધિકારીઓની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. હાલ આફિયા હાલમાં ટેક્સાસની ફેડરલ જેલમાં બંધ છે.
અફિયા સિદ્દીકીના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સ્પષ્ટતા કરી કે બંધક બનાવનાર આફિયાનો ભાઈ નથી, યુએસ મીડિયાને વકીલે જણાવ્યું હતું કે તેના અસીલને કાયદા અમલીકરણ તરફથી ફોન આવી રહ્યા છે અને ખાતરી આપી હતી કે તે બંધક બનાવનારાઓમાં તે નથી અને તે શાંતિપૂર્ણ રીતે બંધક લોકોને મુક્ત કરવાનો પ્રયાસ કરતો હતો.
ઇઝરાયલના વિદેશી બાબતોના મંત્રી નચમન શાઇએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ ટેક્સાસના કોલીવિલેમાં બેથ ઇઝરાયેલમાં, બંધક બનાવવામાં આવેલા લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે વધુ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેક્સાસના એક સિનાગોગમાં જ્યાં યહૂદી સમુદાય શબાત સેવાઓ માટે એકઠા થયો હતો ત્યાં આ બનાવ બન્યો હતો.
આ પણ વાંચો : નોર્વે, સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં વરુઓને શા માટે ‘મારવામાં આવે છે’ ? જાણો તેની પાછળ શું છે કારણ
Published On - 12:05 pm, Sun, 16 January 22