કટ્ટર દુશ્મન પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે જાહેરમાં સ્વીકારી ભારતની વૈશ્વિક તાકાત, કહ્યું-UNSCમાં ઈસ્લામિક દેશો પણ ભારતને મત આપશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક માટે ભારતની દાવેદારીને ખૂબ જ મજબૂત ગણાવી છે. અબ્દુલ બાસિતે દાવો કર્યો છે કે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના સભ્ય દેશો પણ ભારતને મત આપશે, તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનું હરીફ તાજિકિસ્તાન છે, આમ છતા તાજિકિસ્તાન પણ ભારતને ટેકો આપી શકે છે.

કટ્ટર દુશ્મન પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે જાહેરમાં સ્વીકારી ભારતની વૈશ્વિક તાકાત, કહ્યું-UNSCમાં ઈસ્લામિક દેશો પણ ભારતને મત આપશે
| Updated on: Jul 18, 2026 | 12:22 PM

ભારતે UNSCની બિન-કાયમી બેઠક માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. UNSCની બિન-કાયમી બેઠક માટે ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર તાજિકિસ્તાનની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તાજિકિસ્તાનને પાકિસ્તાન સહિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) તરફથી સમર્થનનું વચન મળ્યું છે. પરંતુ, પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે જાહેરમાં કબૂલ કર્યું છે કે, ભારતની વૈશ્વિક તાકાત ખુબ વધી ગઈ છે. આથી UNSCની બિન-કાયમી બેઠક માટે ભારતનો હાથ તાજિકિસ્તાન કરતા ઉપર છે અને OIC માં ઈસ્લામિક રાષ્ટ્રો તરફથી પણ ભારતને સમર્થન મળવાની વ્યાપક શક્યતા છે.

UNSC બેઠક માટે ભારતની મજબૂત દાવેદારી

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલને આપેલા મુલાકાતમાં, ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે, તાજિકિસ્તાનની સરખામણીમાં ભારતની ઉમેદવારીને પ્રબળ દાવેદારની ગણાવી હતી. બાસિતે કહ્યું, “મારું માનવું છે કે ઘણા દેશો OIC સભ્યો સહિત ભારતને મત આપશે.” તેમણે ઉમેર્યું, “ઉદાહરણ તરીકે, આફ્રિકાને જુઓ. ભારત અને આફ્રિકા વાર્ષિક શિખર સંમેલનો યોજતુ આવે છે અને ખૂબ જ સારા સંબંધો ધરાવે છે. તેની સામે તાજિકિસ્તાનમાં આફ્રિકાનો શું હિસ્સો છે ? આફ્રિકાના દેશોને તાજિકિસ્તાન સાથે કોઈ પ્રકારે લેવા દેવા નથી. જે હિત છે તે ભારત સાથે વધુ છે તેથી આફ્રિકાના દેશોને ભારતમાં વધુ રસ હશે. પરિણામે, આફ્રિકન મુસ્લિમ રાષ્ટ્રો પણ ભારતને મત આપે તેવી શક્યતા છે.”

ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ એવુ ચોકાવનારુ સુચન કર્યું કે તાજિકિસ્તાનએ તેના પ્રયાસો વધુ તીવ્ર બનાવવા જોઈએ. તેમણે એવો પણ નિર્દેશ કર્યો કે ભારત તાજિકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને સંભવતઃ દેશને તેની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે.

તાજિકિસ્તાન તેનો દાવો પાછી ખેંચી શકે છે

બાસિતે જણાવ્યુ કે તાજિકિસ્તાનને ખાતરી આપી શકાય છે કે જો તે આ વખતે તેનો દાવો પાછી ખેંચે છે, તો તેને ભવિષ્યમાં ભારતનો ટેકો મળશે. તેમણે ઉમેર્યું કે શક્ય છે કે તાજિકિસ્તાન તેની ઉમેદવારી પાછી ખેંચી શકે અને આવતા વર્ષે ચૂંટણી થાય ત્યારે ભારત તેને સમર્થન આપે. આનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી સર્વસંમતિ ઉમેદવાર તરીકે ઉભરી શકશે.

Breaking News : PoKમાં મોટો હોબાળો, પાકિસ્તાની શાસન સામે ઉગ્ર વિરોધ સાથે ‘અલગ વતન’ની માંગ, જાણો કારણ

Published On - 12:19 pm, Sat, 18 July 26

Follow Us