Omicron variant: ઓમિક્રોન કોવિડ વેરિયન્ટની પ્રથમ તસવીર સામે આવી, ઇટાલિયન સંશોધકોએ તસવીર પ્રકાશિત કરી

|

Nov 29, 2021 | 1:07 PM

નવા ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટને કારણે થતા નુકસાનના અવકાશને લઈને બાકીનું વિશ્વ હજુ પણ ગભરાઈ રહ્યું છે, ત્યારે મિલાનની એક રાજ્ય યુનિવર્સિટીએ ભયજનક વાયરસની પ્રથમ છબી બહાર પાડી છે.

Omicron variant: ઓમિક્રોન કોવિડ વેરિયન્ટની પ્રથમ તસવીર સામે આવી, ઇટાલિયન સંશોધકોએ તસવીર પ્રકાશિત કરી
Omicron variant

Follow us on

WHOના જણાવ્યા અનુસાર નવો ઓમિક્રોન વેરિઅન્ટ(New Omicron variant) ટેકનિકલ શબ્દ B.1.1.529 દ્વારા ઓળખાય છે. તે દર્શાવે છે કે વેરિઅન્ટમાં મોટી સંખ્યામાં ફેરફાર(Change) થયા છે. અન્ય વેરિઅન્ટ કરતા તેની રચના(structure) થોડી અલગ છે. જો કે તે અંગેના દસ્તાવેજ(Document) હજુ જનતા માટે જાહેર મુકવામાં આવ્ચા નથી, પરંતુ બામ્બિનો ગેસુ રિસર્ચ ગ્રૂપ અને સ્ટેટ યુનિવર્સિટી ઓફ મિલાન દ્વારા પહેલી વાર આ નવા ઓમિક્રોન વેરિઅન્ટની પ્રથમ તસવીર પ્રકાશિત કરવામાં આવી છે.

નવા વેરિઅન્ટમાં ઘણા ફેરફાર
WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન વાઈરસ ઈવોલ્યુશન (TAG-VE)ની સલાહને આધારે 26 નવેમ્બર 2021એ WHOએ નવા વેરિઅન્ટ B.1.1.529 ને ઓમિક્રોન એટલે “વેરિઅન્ટ ઓફ કન્સર્ન” નામ આપ્યુ. આ નિર્ણય TAG-VE ને રજૂ કરાયેલા પુરાવા પર આધારિત હતો. જેમાં Omicron માં ઘણા પરિવર્તનો જોવા મળ્યા છે. રજુ કરાયેલા પુરાવામાં વાયરસ કેવી રીતે વર્તે છે, કેવી અસર કરી શકે છે, ઉદાહરણ તરીકે, તે કેટલી સરળતાથી ફેલાય છે અથવા બીમારીની તીવ્રતા તેના કારણે થાય છે કે નહીં વગેરે.

ઓમિક્રોનનું પ્રથમ ચિત્ર શું દર્શાવે છે?
આઘાતજનક ઘટસ્ફોટ એ છે કે મોટાભાગના પરિવર્તનો માનવ કોષો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા વિસ્તારમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. હવે તે રસીના વૈજ્ઞાનિકો પર નિર્ભર છે કે તે એ વાત પર કોઈ પ્રકાશ ફેંકે છે કે માનવ શરીર કોરોનાવાયરસ પર પરિવર્તનની વધેલી સંખ્યા પર કેવી પ્રતિક્રિયા આપશે.

ઓમિક્રોનની પ્રથમ તસવીર કોણે બનાવી?
ઓમિક્રોન વેરિઅન્ટનો વિશ્વનો પ્રથમ ફોટો મલ્ટીમોડલ મેડિસિન ઑફ ધ ચાઇલ્ડ જીસસના સંશોધન ક્ષેત્રમાં બનાવવામાં આવ્યો હતો અને પ્રોફેસર કાર્લો ફેડેરિકો પેર્નો દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મૂળ SARS CoV-2 સ્પાઇકની સરખામણીમાં ઓમિક્રોન વેરિઅન્ટના આ ફોટોમાં જમણી તરફ સ્પાઇક પ્રોટીનની રચના અને ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટની રચના જોઇ શકાય છે. આ તસવીર “વૈજ્ઞાનિક સમુદાયને ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ નવા પ્રકારના સિક્વન્સના અભ્યાસ પરથી” બનાવવામાં આવી હતી.

 

વૈજ્ઞાનિકો દ્વારા પેપર પ્રકાશિત કરનાર સાઇટ ANSA શું છે?
ANSA વેબસાઇટ પર અપાયેલી જાણકારી કહે છે કે ઓમિક્રોનમાં ઘણા વધુ ડેલ્ટા મ્યુટેશન છે, જે માનવ કોષો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા વિસ્તારમાં કેન્દ્રિત છે. લાલ બિંદુઓ ખૂબ જ ઉચ્ચ પરિવર્તનશીલતાવાળા વિસ્તારો, કેસરી બિંદુ ઉચ્ચ પરિવર્તનશીલતાવાળા,પીળા મધ્યમ પરિવર્તનશીલતાવાળા ,લીલા નીચા પરિવર્તનશીલતાવાળા હોવાનું દર્શાવે છે.

First Image of omicron variant

શોધકર્તાઓએ જણાવ્યુ હતુ કે, ”ગ્રે એરિયા એવો છે જે બદલાતો નથી. આનો આપમેળે અર્થ એવો નથી થતો કે આ ભિન્નતાઓ વધુ ખતરનાક છે, માત્ર એટલો કે વાયરસ અન્ય પ્રકાર જનરેટ કરીને માનવ જાતિમાં વધુ અનુકૂલિત થઈ ગયો છે. વેબસાઇટ પણ એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે વધુ અભ્યાસો અમને જણાવશે કે શું આ અનુકૂલન તટસ્થ છે, ઓછું જોખમી છે કે વધુ જોખમી છે”

આ પણ વાંચોઃ IND vs NZ: ઇશાંત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં સતાવી રહી છે વારંવાર આ સમસ્યા, જેની કિંમત ખૂબ મોંઘી રહે છે

આ પણ વાંચોઃ વેપારીઓ ચેતી જતો, આ રીતે Paytm થી પેમેન્ટ કર્યાના નામે અમદાવાદમાં વેપારીઓને છેતરી રહ્યા છે ઠગ

Published On - 12:59 pm, Mon, 29 November 21

Next Article