Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનેક ગુજરાતીઓ વસે છે તેવા ઓસ્ટ્રેલિયાના સિડનીના મોલમાં ફાયરિંગ, ચારના મોત, હમલાવર ઠાર

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોળીબારીની ઘટના સામે આવી છે આ સહિત અનેક લોકો પર છરીથી ઘા કરવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ઘટમાં ગોળીબાર બાદ શોપિંગ સેન્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી.

અનેક ગુજરાતીઓ વસે છે તેવા ઓસ્ટ્રેલિયાના સિડનીના મોલમાં ફાયરિંગ, ચારના મોત, હમલાવર ઠાર
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 2:30 PM

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક મોટા શોપિંગ મોલમાં ગોળીબારીની ઘટના સામે આવી છે આ સહિત અનેક લોકો પર છરીથી ઘા કરવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ઘટમાં ગોળીબાર બાદ શોપિંગ સેન્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોને તાત્કાલિક શોપિંગ મોલમાંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટનામાં મળતી માહિતી મુજબ 4થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.  જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને ઠાર કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી, ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક અજાણ્યા લોકો છરી અને બંદૂક સાથે શોપિંગ મોલમાં ઘુસી આવ્યા હતા.  જેઓએ મોલમાં કેટલાક લોકો પર છરીથી હુમલો કર્યો હતો તેમજ તે બાદ ગોળીબાર પણ થયો હતો.

ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે સમગ્ર મોલને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પરની ઘણી પોસ્ટમાં ભીડને મોલ અને પોલીસ વાહનો અને આપાતકાલીન સેવાઓમાંથી ભાગતા દર્શાવવામાં આવ્યું છે, માહિતી અનુસાર, ત્યાં બે હુમલાખોરો હતા, જેમાંથી એક માર્યો ગયો છે. જ્યારે અન્યની શોધ ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર, આ આતંકી હુમલો બોંડી જંક્શન પર થયો હતો. સિડની પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોનો ઉદ્દેશ્ય દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. મોલ કેમ્પસમાં ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને ગોળીબારનો અવાજ સંભળાયો, ત્યારબાદ લોકો ત્યાંથી ભાગતા જોવા મળ્યા.

g clip-path="url(#clip0_868_265)">