
આ સવાલ એટલા માટે કારણ કે તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને અપાતા PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. જેની પાછળ એવો તર્ક આપ્યો કે વિદેશી કર્મચારીઓના કારણે અમેરિકી નાગરિકોના રોજગારના અવસર ઘટી રહ્યા છે. આ જ દલીલના આધારે 8 ઓક્ટોબરે અમેરિકાએ Microsoft, TCS (Tata Consultancy Services), Infosys, Wipro, HCLTech, Cognizant, Capgemini, અને Adobe જેવી 8 કંપનીને PERM ગ્રીન કાર્ડની કેટેગરીમાંથી બહાર કરી દીધી છે.
અમેરિકાના રાજકીય નેતૃત્વ તરફથી ભારતીય મૂળના ટેક લીડર્સનાં વખાણ થતાં રહ્યાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુંદર પિચાઈની પ્રશંસા કરી હતી. બીજી તરફ, સત્ય નડેલા જેવા ભારતીય મૂળના નેતાઓ અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ પ્રભાવ ધરાવે છે. આ જ દર્શાવે છે કે પ્રતિભા માત્ર કોઈ એક દેશની સીમાઓમાં બંધાયેલી નથી રહેતી. યોગ્ય તક અને અનુકૂળ વાતાવરણ મળે તો તે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે.
પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનની ઇમિગ્રેશન અને રોજગાર સંબંધિત નીતિઓને કારણે વિદેશી કુશળ કર્મચારીઓ માટેની તકો અંગે અનિશ્ચિતતા વધી છે. 8 ઓક્ટોબરના રોજ આઠ ટેક કંપનીઓને રોજગાર આધારિત ગ્રીન કાર્ડની PERM પ્રક્રિયામાંથી બહાર કરી PERM ગ્રીન કાર્ડ પર આપવા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. તેમાં માઈક્રોસોફ્ટ, TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCL, કોગ્નિઝન્ટ, કેપજેમિની અને એડોબી જેવી કંપનીઓનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પગલાં પાછળ અમેરિકન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે. જો કે એક PERM ગ્રીન કાર્ડ નથી પરંતુ રોજગારીના આધાર પર ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાનું એક મહત્વનું ચરણ છે. ટ્રમ્પ પ્રશાસનનું ટાર્ગેટ માત્ર કંપની પર નહીં એ પદ્ધતિ સામે પણ છે જેના દ્વારા હજારો સ્ક્રિલ્ડ ભારતીયો અને અન્ય વિદેશી કર્મચારીઓ અમેરિકામાં સ્થાયી થવાની આશા સેવતા હોય છે.
ટ્રમ્પ પ્રશાસનનો મુખ્ય તર્ક એવો છે કે વિદેશી કર્મચારીઓની ભરતીને કારણે અમેરિકન નાગરિકો માટેની રોજગારીની તકો ઘટી શકે છે. અમેરિકાના શ્રમ વિભાગ સાથે સંકળાયેલા નિવેદનમાં અમેરિકન કર્મચારીઓના હિતોને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ H-1B વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓના વેતન અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ, કેટલીક પરિસ્થિતિઓમાં વિદેશી કર્મચારીઓને સમકક્ષ અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનનો આરોપ છે કે વિદેશી કર્મચારીઓને અમેરિકી કર્મચારીઓના ભોગે નોકરીઓ આપવામાં આવી. જો કે આ આરોપોના સમર્થનમાં કોઈ ડેટા જાહેર નથી કરાયા. હાલ જ્યારે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે સ્કિલ્ડ ભારતીયો અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે, ત્યારે અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીય ટેક કંપનીઓના યોગદાનનો ડેટા પણ તપાસવો જોઈએ.
ભારતીય ટેક ઇન્ડસ્ટ્રી અમેરિકામાં માત્ર કર્મચારીઓ મોકલતી નથી, પરંતુ ત્યાંના વ્યવસાય, ટેકનોલોજી અને રોજગાર સાથે પણ જોડાયેલી છે. NASSCOM અને S&P Globalના 2021ના અભ્યાસના આંકડા અનુસાર, ભારતીય ટેક કંપનીઓએ અમેરિકામાં આશરે 103 અબજ ડોલરની આવક ઊભી કરી હતી અને લગભગ 2.07 લાખ લોકોને સીધી રોજગારી આપી હતી. આ ઉપરાંત, ભારતીય ટેક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિઓથી અમેરિકામાં કુલ 396 અબજ ડોલરના વ્યવસાયનું સર્જન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડેટા સાબિત કરે છે કે આર્થિક સંબંધો માત્ર એકતરફી નથી, અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીય ટેક ઈન્ડસ્ટ્રીનું યોગદાન પણ તગડુ છે તેને અવગણી શકાય નહીં.
અમેરિકામાં ભારતીય મૂળના પરિવારોની આર્થિક સ્થિતિ પણ ચર્ચાનો વિષય છે. રજૂ કરવામાં આવેલા 2024ના આંકડા અનુસાર, ભારતીય પ્રવાસી પરિવારોની સરેરાશ વાર્ષિક આવક આશરે 1.76 લાખ ડોલર હતી, જ્યારે અમેરિકામાં જન્મેલા લોકોના પરિવારોની આવક આશરે 81 હજાર ડોલર આસપાસ હતી. એટલે કે અમેરિકન નાગરિકની સરખામણીએ ભારતીય પ્રવાસી પરિવારોની આવક ડબલથી પણ વધારે હતી. આ મોટો ગેપ ભારતીય ટેલેન્ટ ના કારણે આવ્યો છે, જે અમેરિકી ઈકોનોમીમાં મહત્વપૂર્ણ એન્જિન તરીકે કામ કરી રહ્યા છે. છતા આ આંકડા એવુ સાબિત નથી કરતા કે ભારતીયોને કારણે અમેરિકી નાગરિકોને નોકરીઓ નથી મળી રહી. આ આંકડા બતાવે છે કે ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં કામ કરીને તેની અર્થવ્યવસ્થાને મજબુત કરવામાં મોટુ યોગદાન આપે છે.
અમેરિકામાં 2024માં દર 100 ભારતીય પ્રવાસીઓમાંથી લગભગ 74 લોકો અમેરિકી વર્કફોર્સનો હિસ્સો હતા. જ્યારે અમેરિકામાં જન્મેલા લોકોનો આ આંકડો 63 ટકા જેટલો હતો. ભારતીય પ્રવાસીઓની કામ કરવાની હિસ્સેદારી વધુ હતી.
વર્ષ 2024માં ભારતીય પ્રવાસી પરિવારોની સરેરાશ વાર્ષિક આવક 1.76 લાખ ડોલર હતી જ્યારે અમેરિકામાં જન્મેલા લોકોના પરિવારોની આવક 81 હજાર ડૉલર આસપાસ હતી.એટલે કે અમેરિકન નાગરિકની સરખામણીએ ભારતીય પ્રવાસી પરિવારોની આવક ડબલથી પણ વધારે હતી. આ મોટો ગેપ ભારતીય ટેલેન્ટ ના કારણે આવ્યો છે, જે અમેરિકી ઈકોનોમીમાં મહત્વપૂર્ણ એન્જિન તરીકે કામ કરી રહ્યા છે. છતા આ આંકડા એવુ સાબિત નથી કરતા કે ભારતીયોને કારણે અમેરિકી નાગરિકોને નોકરીઓ નથી મળી રહી. આ આંકડા બતાવે છે કે ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં કામ કરીને તેની અર્થવ્યવસ્થાને મજબુત કરવામાં મોટુ યોગદાન આપે છે.
ભારતીયો માટે અમેરિકામાં કામ કરવાની તક મળવી જેટલી અગત્યની છે એટલુ જ અગત્યનું લાંબા ગળે ત્યાં સ્થાયી થવાનું પણ છે. વર્ષ 2025ના આંકડા મુજબ લગભગ 6 લાખ 30 હજાર ભારતીયો ગ્રીન કાર્ડ હોલ્ડર છે. ડિસેમ્બર 2025ના અનુમાન મુજબ લગભગ 10 લાખ ભારતીયો રોજગાર આધારીત ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. એક અનુમાન અનુસાર અમેરિકામાં લગભગ 5 થી સવા 5 લાખ ભારતીયો ની પાસે સક્રિય H1B વિઝા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર ભારત પરત ફર્યા પહેલા મારી પાસે પણ H1B વિઝા અને ગ્રીન કાર્ડ હતુ.આથી એ અત્યંત જરૂરી છે કે અમેરિકી એ સમજે કે ભારતીય ટેલેન્ટ અમેરિકી ટેકોનોલોજી સેક્ટરમાં ઈનોવેશન ઈકોસિસ્ટમને વિકસીત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. તેને આજે આ મુકામ પર પહોંચાડવામાં ભારતીયોની મોટી ભૂમિકા રહી છે.
PERM પ્રક્રિયા રોજગાર આધારિત ગ્રીન કાર્ડના ઘણા કિસ્સાઓમાં મહત્ત્વનું પગલું છે. આ પ્રક્રિયા દ્વારા નોકરી માટે યોગ્ય અમેરિકન કર્મચારી ઉપલબ્ધ છે કે નહીં અને વિદેશી કર્મચારીની ભરતીથી સ્થાનિક કર્મચારીઓના વેતન તથા કામની સ્થિતિ પર પ્રતિકૂળ અસર તો નહીં થાય, તેની ચકાસણી કરવામાં આવે છે. તેથી આ પ્રક્રિયા પરના કોઈપણ પ્રતિબંધની અસર માત્ર કંપનીઓ સુધી સીમિત રહેતી નથી, પરંતુ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો કર્મચારીઓના ભવિષ્ય પર પણ પડી શકે છે.
અંતે સવાલ માત્ર એટલો નથી કે અમેરિકા ભારતીય ટેલેન્ટથી અસલામતી અનભવી રહ્યુ છે કે નહીં, અસલી સવાલ એ છે કે આ પ્રકારે દુનિયાની ટેલેન્ટ માટે પોતાના દરવાજા નાના કરી અમેરિકા પોતાની જ પ્રગતિની રફ્તારને ક્યાંક ધીમી તો નથી કરી રહ્યુને? કારણ કે કોઈપણ દેશની પ્રતિભાને (ચાહે તે ઈન્ડિયન જ કેમ ન હોય!) તક આપવાથી માત્ર તે વ્યક્તિનું ભવિષ્ય નથી ઘડાતુ પરંતુ જે દેશ તેને તક આપે છે, તેની પ્રગતિને પણ નવી દિશા મળે છે.