
23 નવેમ્બરે ભારતથી લગભગ 9 હજાર કિલોમીટરના અંતરે આવેલો 10 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી ફાટી ગયો. રવિવારની સવારે 8.30 વાગ્યે ઈથોપિયાના અફારમાં આવેલો હેલી ગુબી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો. આ એટલો ભયાનક હતો કે તેની રાખ ઉત્તર ભારત તરફ વધી રહી છે. જેનાથી ભારતીય ઉડ્ડયન સત્તામંડળ અને ઍરલાઈન્સ ફ્લાઈટ કામગીરી પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે.
સોમવારે એક મોટુ ફ્લાઈટની ઉડાનોને લગતુ એલર્ટ જારી કરવામાં આવ્યુ. આ અભૂતપૂર્વ ઘટનાને પગલે ઈન્ડિગોની કન્નુરથી અબુધાબી જઈ રહેલી ફ્લાઈટ 6E 1433ને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવી પડી. આ જ્વાળામુખી વિસ્ફોટને ઈતિહાસની સૌથી અસાધારણ ઘટનાઓમાંથી એક બતવવામાં આવી રહી છે. વિમાન સુરક્ષિત રીતે અમદાવાદ ઉતર્યુ અને ઈન્ડિગોના યાત્રિકો માટે કન્નુર વાપસીની સેવા સંચાલિત કરવાની ઘોષણા કરવાની છે.
હેલી ગુબી જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટથી નીકળનારો ધુમાડો લગભગ 18 કિમી ઉંચાઈ સુધી ગયો અને રાતા સમુદ્રને પાર કરી યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયો. આ એટલો જૂનો અને શાંત જ્વાળામુખી ગણાતો હતો કે તેનો આજ સુધી કોઈ રેકોર્ડ ન હતો. આ ઘટનામાં કોઈના મૃત્યુ તો નથી થયા પરંતુ યમન અને ઓમાનની સરકારે લોકોને સાવધાની રાખવા માટે કહ્યુ છે. ખાસકરીને જેને શ્વાસ બીમારી રહેતી હોય.
એમિરાત એસ્ટ્રોનોમિકલ સોસાયટીના ચેરમેન ઈબ્રાહિમ અલ જરવાને કહ્યુ, આ ઘટના વૈજ્ઞાનિકો માટે એક દુર્લભ ઘટના છે. જેનાથી તેઓ એક એવા જ્વાળામુખીને નજીકથી સમજી શકે છે જે બહુ લાંબા સમય બાદ જીવંત થયો છે. જો કે આ જ્વાળામુખી શાંત થતો જોવા મળી રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે આ શીલ્ડ વોલ્કેનોમાં શરૂઆતી વિસ્ફોટ બાદ પણ ધમાા થઈ શકે છે.
જ્વાળામુખી ધરતીની સપાટી પર રહેલી પ્રાકૃતિક તિરાડો હોય છે. તેમાંથી થઈને ધરતીના આંતરિક ભાગમાં પિગળતો પદાર્થ જેમાં, મેગ્મા, લાવાસ રાખ પ્રચંડ દબાણ સાથે બહાર નીકળે છે, જેને વોલકેનો બ્લાસ્ટ તરીકે જોવામાં આવે છે. જ્વાળામુખી પૃથ્વી પર રહેલા 7 ટેક્ટોનિક પ્લેટ્સ અને 28 સબ ટેક્ટોનિક પ્લેટ્સના અરસપરસ ટકરવાને કારણે બને છે.
ઈથોપિયાના જ્વાળામુખી હેલી ગુબ્બી (Hayli Gubbi) ની રાખ ભારત સુધી પહોંચી ગઈ છે. આ જ્વાળામુખીની રાખ રાતા સમુદ્રને પાર કરી યમન અને ઓમાન બાદ ઈથોપિયાથી હજારો કિલોમીટર દૂર દિલ્હીના આસમાનમાં પણ જોવા મળી છે. જ્વાળામુખીનો ધુમાડો દેશના અનેક રાજ્યોમાં આકાશમાં જોવા મળ્યો છે. જેને જોતા ઍરલાઈન્ કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ રદ કરી છે. આપને જણાવી દઈએ કે જ્વાળામુખીની રાખ સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક હોય છે તો બીજી તરફ તેમાંથી ક્યારેક કિમતી ખજાનો પણ મળી આવે છે.
હકીકતમાં, જ્વાળામુખીની રાખમાં અનેક મહત્વના ખનિજ રહેલા હોય છે. જેમા એક ધાતુ તો એવી છે જેની કિમત સોના કરતા પણ વધુ છે. જે ધરતી પર બહુ ઓછી માત્રામાં મળે છે. તેનુ નામ રોડિયમ (Rhodium) છે. જ્વાળામુખીની રાખમાં સોના અને ચાંદીની સાથે એલ્યુમિનિયમ, આયરન, કૉપર, જિંક, નિકલ જેવી ધાતુઓ હોય છે. જો કે જ્વાળામુખીની રાખમાં કોઈપણ મેટલ મુક્ત અવસ્થામાં નથી મળતી. પરતુ આ રાખને પ્રોસેસ કરવામાં આવે તો આ ધાતુને અલગ કરી શકાય છે.
જ્વાળામુખીની રાખ મુખ્ય રીતે સિલિકેટ ખનિજોથી બનેલી હોય છે. જેમા અનેક પ્રકારની મેટલ મળી આવે છે. તેમા આયરન(Fe), મેગ્નેશ્યિમ (Mg), પોટેશિયમ (K), લેડ (Pb), કેડમિયમ (Cd), આર્સેનિક (As), કોપર (Cu) જેવી ધાતુઓ મુખ્ય છે. આ ઉપરાંત તેમા સોના અને ચાંદીની પણ કેટલીક માત્રા રહેલી હોય છે. જો કે રાખમાં કઈ ધાતુ કેટલી માત્રામાં હશે, તે જ્વાળામુખીન મેગ્મા કેમેસ્ટ્રી અને વિસ્ફોટના પ્રકાર પર નિર્ભર કરે છે.
જ્વાળામુખીની રાખમાં દુનિયાની સૌથી મોંઘી ધાતુ ગણાતુ રોડિયમ પણ ક્યારેક મળી આવે છે. જો કે આ રાખમાં વિવ્ધ મેટલનું મિશ્રણ હોય છે. આથી તેને અલગ કરવું એટલે કે તેને પ્રોસેસ કરીને જુદી પાડવી ઘણી મુશ્કેલ હોય છે. રોડિયમનો ઉપયોગ જ્વેલરી બનાવવા અને જ્વેલરીને ચમકાવવામાં કરવામાં આવે છે. આ સાથે જ તેનો ઉપયોગ કાર સહિતની જગ્યાઓ પર હવાને સ્વચ્છ કરવામાં થાય છે. રોડિયમની કિંમત સોના કરતા બેગણી વધુ છે. હાલ 10 ગ્રામ રોડિયમની કિમત 232 લાખ રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ સોનાની કિમત કરતા 1.25 લાખ રૂપિયા છે.
જ્વાળામુખીની રાખમાં ભલે કિમતી ધાતુઓ છુપાયેલી હોય, પરંતુ તેમા રહેલી જોખમી ધાતુઓને પણ અવગણી ન શકાય, જેમા લેડ, કેડમિયમ, આર્સેનિક, મર્કરી સામેલ છે. આ ધાતુઓ એવી છે જે માણસ માટે જીવલેણ પણ બની શકે છે. રાખની સાથે આ ધાતુઓ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે જે કોઈપણ વ્યક્તિને બીમાર કરી શકે છે. તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.
વિશ્વભરમાં જ્વાળામુખીને ટ્રેક કરનારી સંસ્થા નેશનલ પાર્ક સર્વિસ ( NPS) ના અનુસાર, વિશ્વમાં આશરે 1,600 જ્વાળામુખી છે. આ ત્રણ પ્રકારના હોય છે.
1 શીલ્ડ જ્વાળામુખી:
શીલ્ડ એટલે કે ઢાલવાળા જ્વાળામુખી સૌથી મોટા અને સપાટ હોય છે. જેનો લાવા ખૂબ જ પાતળો અને ગરમ છે, જે કિલોમીટર સુધી સરળતાથી વહે છે. તેથી, ઢલાન એટલે પ્રવાહ ખૂબ હલ્કો હોય છે, જાણે કે તે એક વિશાળ ઢાલ હોય. આ જ્વાળામુખી ભાગ્યે જ ફાટે છે, પરંતુ જ્યારે તે ફાટે છે, ત્યારે લાવા નદીની જેમ વહે છે. ઉદાહરણ તરીકે, હવાઈના માઉના લોઆ અને માઉના કેઆ- વિશ્વના સૌથી મોટા જ્વાળામુખી છે.
2. સ્ટ્રેટો વોલ્કેનો અથવા કમ્પોજિટ જ્વાળામુખી:
આ જ્વાળામુખી ક્લાસિક પોઇન્ટેડ, સુંદર પર્વતો જેવા હોય છે, જે ઘણીવાર બરફથી ઢંકાયેલા હોય છે. તેનો લાવા ઘટ્ટ હોય છે, તેથી તે બહુ જલદી જામી જાય છે અને ઉંચા પ્લુમ (ગોટા) બનાવે છે. આ સૌથી ખતરનાક હોય છે કારણ કે તે ખૂબ જ દબાણ સાથે ફાટે છે. તેમાંથી રાખ, ખડકો અને ગેસ ઉછળીને બહાર આવે છે. જેમ કે જાપાનમાં માઉન્ટ ફુજી, અમેરિકાનો માઉન્ટ રેનિયર, ક્રાકાટોઆ, મેરાપી, મેયોન, પ વેસુવિયસ અને પિનાટુબો, જેણે પોમ્પેઈને દબાવી દીધું. વિશ્વના 60-70% ખતરનાક જ્વાળામુખી આ પ્રકારના છે.
3. સિન્ડર કોન જ્વાળામુખી:
આ સૌથી નાના જ્વાળામુખી છે અને એક જ શક્તિશાળી વિસ્ફોટ સાથે ફાટી નીકળે છે. લાવાના નાના ટુકડા હવામાં ફેંકાય છે, જે ઢગલો બનાવે છે. તેમની ઊંચાઈ 100-400 મીટરથી વધુ હોતી નથી, જેમ કે મેક્સિકોમાં પેરિસુટિન જ્વાળામુખી.
આ ઉપરાંત, લાવા ડોમ જ્વાળામુખી છે, જે સ્ટ્રેટોવોલ્કેનોઝની અંદર અથવા મુખ પર બને છે. કેલ્ડેરા જ્વાળામુખી અને ફ્લડ જ્વાળામુખી પણ છે, જે લાવા ફેંકે છે પરંતુ પર્વત બનાવતા નથી.
Published On - 6:39 pm, Tue, 25 November 25