સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

એલન મસ્કના સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી વિવાદમાં છે. મસ્કે ભારતીય ટેલિકોમ દિગ્ગજો અંબાણી અને મિત્તલ પર નામ લીધા વિના એકાધિકારી મોનોપોલી જાળવી રાખવા રોકવાનો આરોપ મૂક્યો. આ વેપારી મહત્વાકાંક્ષા છે કે ભૌગોલિક-રાજકીય એંગલ? મસ્કનું વર્ષ 2020નુ એ ટ્વીટ જેમા તેમણે કહ્યુ હતુ કે અમે જ્યાં ઈચ્છીએ ત્યાં સત્તા પરિવર્તન કરી શકીએ છીએ. અને સ્ટારલિંક દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં સૈન્ય સંચાર જાળવી રાખવા માટે મસ્કના સ્ટારલિંક નેટવર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ઈરાનમાં જ્યારે સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થયા અને સ્થાનિક સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઈરાનમાં ગેરકાયદેસર રીતે સ્ટારલિંક ડિવાઇસ સ્મગલિંગ કરીને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે ભારતમાં પણ સ્ટારલિંકની એન્ટ્રી કરાવીને મસ્ક શું સત્તા પરિવર્તનનો ગેમ પ્લાન બનાવી રહ્યા છે?- વાંચો

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?
| Updated on: Nov 03, 2026 | 3:34 PM

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઇલોન મસ્કે ભારતના ટોચના બિઝનેસમેન અંબાણી અને મિત્તલ જે ટેલિકોમ કંપનીના માલિક છે, તેઓ પર આકરા પ્રહારો કરતા લખ્યું હતું કે કેટલાક ધનાઢ્યો (ઓલિગાર્ક્સ) પોતાના સ્વાર્થ અને મોનોપોલી જાળવી રાખવા માટે સ્ટારલિંકને ભારતમાં આવવા દેતા નથી. મસ્કનો સીધો ઈશારો ભારતીય ટેલિકોમ ક્ષેત્રના અગ્રણીઓ મુકેશ અંબાણી (Jio) અને સુનીલ ભારતી મિત્તલ (Airtel) તરફ હતો. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ‘ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ’ (IMC) માં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે પણ દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 5 વર્ષથી ભારતમાં સેવા શરૂ કરવા માટે સરકારી પરમિશનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વિવાદ માત્ર બે વેપારી જૂથો વચ્ચેની હરીફાઈ પૂરતો મર્યાદિત નથી. મસ્કની ભારતમાં વહેલી તકે પ્રવેશ કરવાની તાલાવેલી પાછળ શું માત્ર વ્યાપારી લાભ છે કે પછી પશ્ચિમી તાકાતો દ્વારા ભારતમાં સત્તા પરિવર્તન કે રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો કોઈ ઊંડો એંગલ છે, તે અંગે હવે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. 2020 નું મસ્કનું એ ટ્વીટ...

Published On - 9:54 pm, Fri, 9 October 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.