એલોન મસ્ક ખરીદવા માંગે છે Twitter, 41.39 બિલિયન ડોલર કર્યા ઓફર, કહ્યું પ્લેટફોર્મ અસાધારણ ક્ષમતા ધરાવે છે

|

Apr 14, 2022 | 6:50 PM

અબજોપતિ એલૉન મસ્કે (Elon Musk) ટ્વીટ કરીને ખરીદીનું ઑફર કર્યું છે. ટેસ્લાના સીઈઓ મસ્કે 41.39 અરબ ડોલરમાં ટ્વિટર (Twitter) ને ખરીદવાની ઓફર કરી છે.

એલોન મસ્ક ખરીદવા માંગે છે Twitter, 41.39 બિલિયન ડોલર કર્યા ઓફર, કહ્યું પ્લેટફોર્મ અસાધારણ ક્ષમતા ધરાવે છે
Elon musk (File Photo)

Follow us on

અબજોપતિ એલોન મસ્કે (Elon Musk) ટ્વિટર (Twitter) ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના (Tesla) સીઈઓ મસ્કે ટ્વિટરને $41.39 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી છે. ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે તેમણે રોકડમાં પ્રતિ શેર $54.20ના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. રોયટર્સ મુજબ, થોડા દિવસો પહેલા તેમણે સોશિયલ મીડિયા (Social Media) કંપનીના બોર્ડમાં સ્થાન ઠુકરાવી દીધું હતું. મસ્કની શેર દીઠ $54.20 બિલિયનની ઓફર કિંમત 1 એપ્રિલના રોજ ટ્વિટરના સ્ટોક (Stock) ની બંધ કિંમત કરતાં 38 ટકા પ્રીમિયમ દર્શાવે છે. ટેસ્લાના સ્થાપક અને સીઈઓ મસ્કે ગુરુવારે આની જાહેરાત કરતા કહ્યું કે ટ્વિટરમાં અસાધારણ ક્ષમતા છે. તેઓએ કહ્યું કે તેઓ તેને અનલોક કરશે.

કંપનીએ મસ્કને બોર્ડમાં સામેલ કરવાની ઓફર કરી હતી

એલોન મસ્ક ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ યુઝર્સમાથી એક છે. તેઓ સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમને જોઈતા ફેરફારો વિશે વાત કરતા રહ્યા છે. તેમનો હિસ્સો ખરીદવાની જાહેરાત કર્યા પછી, કંપનીએ તેમને બોર્ડમાં સ્થાનની ઓફર કરી, જેનાથી તેઓ સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર બન્યા. તેમની હિસ્સેદારીની ખરીદી સાર્વજનિક થઈ ગયા પછી, મસ્કે યુઝર્સ સાથે તેઓએ શું પગલાં લેવા જોઈએ તે વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. તેમાં સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટરને આશ્રયસ્થાનમાં ફેરવવું, ટ્વીટ્સ માટે એડિટ બટન અને પ્રીમિયમ યુઝર્સને ઓટોમેટિક વેરિફિકેશન માર્ક આપવાનો સમાવેશ થાય છે. એક ટ્વિટમાં, તેમને કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર સમાપ્ત થઈ શકે છે, કારણ કે ઘણા પ્રખ્યાત લોકો મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા છતાં ખૂબ ઓછી ટ્વિટ કરે છે.

ગયા મહિનાની શરૂઆતમાં, મસ્કએ મુક્તપણે કહેવા વિશે ટ્વિટ કરતી વખતે ટ્વિટરની મુક્તપણે વાતચીત કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાર્યકારી લોકશાહી માટે મુક્તપણે બોલવું જરૂરી છે. તેમણે આગળ કહ્યું કે શું તમે માનો છો કે ટ્વિટર આ સિદ્ધાંતને સખત રીતે અનુસરે છે. અન્ય એક ટ્વીટમાં મસ્કે કહ્યું કે તે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: ભાજપની શાનમાં અખિલેશ યાદવે વેર્યા પ્રશંસાના પુષ્પો, કહ્યું કે હું એમને ધન્યવાદ આપુ છું કે તે પરિવારવાદનો સફાયો કરી રહ્યા છે

આ પણ વાંચો: રાજકીય સંકટ વચ્ચે પણ શાહીન-3ના પરીક્ષણનું આ છે મોટું કારણ, જાણો અગ્નિ-5ની તુલનામાં ક્યાં છે પાક મિસાઈલ

Published On - 6:38 pm, Thu, 14 April 22

Next Article