Elon Musk : એલોન મસ્ક ટાઈમના પર્સન ઓફ ધ યર બન્યા, મેગેઝિને કહ્યું – પૃથ્વી પર અને તેની બહાર તેમના જેટલો પ્રભાવશાળી ભાગ્યે જ કોઈ હશે

|

Dec 13, 2021 | 8:05 PM

Time, Person of the Year 2021: ટાઈમ મેગેઝિનના મસ્કને વાર્ષિક ટાઈટલ આપવાના નિર્ણય પર, એક ટાઈમ પોલિટિકલ રિપોર્ટરે કહ્યું, "દર વર્ષે અમેરિકન જીવનમાં એલોન મસ્કના વધતા પ્રભાવને અવગણવું દેખીતી રીતે મુશ્કેલ છે."

Elon Musk : એલોન મસ્ક ટાઈમના પર્સન ઓફ ધ યર બન્યા, મેગેઝિને કહ્યું - પૃથ્વી પર અને તેની બહાર તેમના જેટલો પ્રભાવશાળી ભાગ્યે જ કોઈ હશે
Elon Musk, Person of the Year

Follow us on

ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના (SpaceX) વડા એલોન મસ્કને (Elon Musk) ટાઇમ મેગેઝિન (Time Magazine) દ્વારા પર્સન ઓફ ધ યર (Person of the Year) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટાઈમ્સ પર્સન ઓફ ધ યરનું બિરુદ વિશ્વભરમાં વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલસેન્થલે મસ્ક વિશે જણાવ્યું હતું કે, “આ સમયે પૃથ્વી પર અથવા તેની બહાર ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેઓ એલોન મસ્ક કરતાં વધુ પ્રભાવ ધરાવે છે.”

તેમણે ઉમેર્યું, “2021 માં, મસ્ક માત્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી નથી આવ્યા, પરંતુ સમાજમાં મોટા પરિવર્તનના સૌથી મોટા પ્રતીક તરીકે પણ ઓળખાયા છે.”

1927માં ટાઈમ મેગેઝિન ‘મેન ઓફ ધ યર’નું બિરુદ આપતું રહ્યું છે. પાછળથી, દરેક ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને, મેગેઝિને આ ટાઇટલનું નામ બદલીને ‘પર્સન ઑફ ધ યર’ કર્યું. 2020 માં યુએસ પ્રમુખ જો બાઈડન અને કમલા હેરિસને સંયુક્ત રીતે ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ટાઈમ મેગેઝિનના મસ્કને વાર્ષિક ટાઈટલ આપવાના નિર્ણય પર, એક ટાઈમ પોલિટિકલ રિપોર્ટરે કહ્યું, “દર વર્ષે અમેરિકન જીવનમાં એલોન મસ્કના વધતા પ્રભાવને અવગણવું દેખીતી રીતે મુશ્કેલ છે.” તેણે કહ્યું, “તેમની પાસે રોકેટ કંપની છે, જે સ્પેસ બિઝનેસ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવે છે. તેની પાસે એક કાર કંપની છે, જેણે ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે. તેના 65 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ છે અને તેઓ રમુજી જોક્સ પણ કહેવાના પસંદ કરે છે. એલોન માસ્કના રમુજી જોક્સ ઉપર લોકો જબરદસ્ત પ્રતિક્રિયા પણ આપે છે.”

આ પણ વાંચોઃ

Kashi Vishwanath Corridor: ”ઔરંગઝેબે તલવારના આધારે અહીંની સભ્યતા બદલવાનો પ્રયાસ કર્યો”, વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાત

આ પણ વાંચોઃ

Kashi Vishwanath Corridor: PM મોદીએ ‘ભગવાન’ પાસે માગ્યા ત્રણ સંકલ્પ, કહ્યું ‘આઝાદીના 100 વર્ષ પછીના ભારત માટે દરેક નાગરિકે અત્યારથી કામ કરવું પડશે”

 

Next Article