કોરોના (Corona) મહામારી બાદ સમગ્ર વિશ્વ પર વધુ એક સંકટ ઉભું થયું છે. આ સંકટ છે વીજળીનું. (Electricity Crisis) ચીનથી (China) શરૂ થયેલું આ સંકટ હવે જર્મની પછી લેબેનોન (Lebanon) સુધી પહોંચી ગયું છે. એવી સંભાવના છે કે આગામી કેટલાક દિવસોમાં ભારતને પણ વીજ કાપનો સામનો કરવો પડી શકે છે.
હવે લેબેનોનની વાત કરવામાં આવે તો 60 લાખ લોકોની વસ્તી ધરાવતો આ આખો દેશ અંધકારમાં ડૂબી ગયો છે. આગામી કેટલાક દિવસો સુધી વીજ કાપ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઈંધણના અભાવે દેશના બે મોટા પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે.
આ બાબતની પુષ્ટિ કરતા એક સરકારી અધિકારીએ કહ્યું “લેબનોનનું વીજળી નેટવર્ક આજે બપોરથી સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું છે અને તે આગામી સોમવારે અથવા આવનારા કેટલાક દિવસો સુધી કામ કરી શકશે તેવી શક્યતા નથી.”
જહરાની પાવર પર થર્મો-ઈલેક્ટ્રિક પ્લાન્ટ વીજળીના કથિત પુરવઠાને કારણે શુક્રવારે દેયર અમ્માર પ્લાન્ટ બંધ થયા બાદ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. દેશમાં વીજળીનું ઉત્પાદન 200 મેગાવોટથી નીચે પહોંચી ગયું છે. આ વીજળી માત્ર 5000 ઘરોની છે.
અધિકારીએ જણાવ્યું હતું કે દેશની વીજ કંપની હવે સેનાના બળતણ તેલના ભંડારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. જેથી માત્ર અસ્થાયી રૂપે પરંતુ પાવર પ્લાન્ટનું સંચાલન કરી શકાય. પરંતુ તે જલ્દીથી ગમે ત્યારે થવાનું નથી. ઘણા લેબનીઝ સામાન્ય રીતે ખાનગી જનરેટર પર આધાર રાખે છે, જે ડિઝલ પર ચાલે છે.
પરંતુ આમાં પણ લાંબા સમય સુધી વીજળી નથી. લેબેનોનની આર્થિક સ્થિતિ અત્યારે ઘણી ખરાબ છે. તેના કારણે અહીં આયાત કરેલા બળતણનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. વર્ષ 2019થી લેબનોનનું ચલણ 90 ટકા ઘટી ગયું છે.
અહેવાલો અનુસાર બે મોટા પાવર પ્લાન્ટ બંધ થયા બાદ લેબેનોનમાં વીજળીની ગ્રીડ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. દેશમાં ચાલી રહેલા ઈંધણ સંકટને કારણે હિંસા પણ જોવા મળી રહી છે. અહીં લોકો તેમના વાહનોમાં તેલ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે. લોકોને આ માટે કાળા બજાર પર આધાર રાખવો પડે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા દર્શાવે છે કે દેશની લગભગ 78 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. અહીં બેરોજગારી ઉચ્ચતમ સ્તર પર છે.
આ પણ વાંચો : જો તમે પણ છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરો છો? તમારે દંડ ચૂકવવો પડશે નહીં, જાણો આ પાછળનું કારણ
આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું