Economic Crisis in Pakistan : પાકિસ્તાન કંગાળ થવાના આરે, 21 રૂપિયામાં 1 ઈંડું, 150 રૂપિયા કિલો દૂધ, લોન ચુકવવા માટે લોન શોધી રહ્યો છે દેશ!!!

Economic Crisis in Pakistan : પાકિસ્તાનમાં મોંઘવારી વચ્ચે ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાની હાલત ખરાબ થઈ ગઈ છે. 1 ડૉલરની કિંમત 278.92 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. જો ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાની હાલત એવી જ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાન પાસે દેવાળિયા થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

Economic Crisis in Pakistan : પાકિસ્તાન કંગાળ થવાના આરે, 21 રૂપિયામાં 1 ઈંડું, 150 રૂપિયા કિલો દૂધ, લોન ચુકવવા માટે લોન શોધી રહ્યો છે દેશ!!!
| Edited By: | Updated on: Mar 10, 2023 | 7:01 AM

Economic Crisis in Pakistan : પાડોશી દેશ પાકિસ્તાનની હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાન સતત IMF પાસે લોન માટે હાથ ફેલાવી રહ્યું છે. લોન ચૂકવવા માટે પાકિસ્તાન નવી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમામ પ્રયાસો પછી પણ પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી, તો શું માની લેવું કે પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ ડૂબી જશે?વાસ્તવમાં થોડા સમય પહેલા શ્રીલંકામાં એવી જ હાલત હતી જે આજે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જતી જોવા મળી રહી છે. અહીં 21 રૂપિયામાં ઈંડું મળી રહ્યું છે તો તમારે 1 લીટર દૂધ માટે 150 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

લોન ચૂકવવા માટે નવી લોન શોધી રહ્યું છે

  • આપણા પાડોશી દેશમાં એક વાત છે કે તે લોન લેવામાં એક્સપર્ટ છે. ચીન હોય, IMF હોય કે અન્ય નાણાકીય એજન્સીઓ તે હાથ ફેલવાએ રાખે છે
  • પાકિસ્તાન પર હાલમાં દેશની કુલ જીડીપીના 70 ટકા દેવું છે.
  • સ્થાનિક લેણદારો પાસેથી 24.309 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાની લોન લેવામાં આવી છે.
  • અલગ-અલગ સરકારી એજન્સીઓએ પાકિસ્તાનને લગભગ રૂપિયા  2.3 લાખ કરોડ દેવાના બાકી છે.
  • પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ 121.75 અબજ ડોલર છે.
  • પેરિસ ક્લબ પર પાકિસ્તાનને 11.3 અબજ ડોલરનું દેવું છે
  • ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને લગભગ 7.4 અબજ ડોલરની લોન આપી છે.
  • પાકિસ્તાને યુરોબોન્ડ, સુકુક જેવા આંતરરાષ્ટ્રીય બોન્ડ્સનું 12 અબજ ડોલરનું દેવું છે.
  • મોંઘવારી દર 31.5 ટકા

પાકિસ્તાનમાં મોંઘવારી 31.5 ટકાના રેકોર્ડ દરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે તે 50 વર્ષમાં સૌથી વધુ છે. વાસ્તવમાં પાકિસ્તાનની છૂટક મોંઘવારી પણ તેની ટોચે પહોંચી ગઈ છે. જેના કારણે રોજબરોજની વસ્તુઓ પણ અત્યંત મોંઘી થઈ ગઈ છે. દૂધ, ઈંડા હોય કે રોટલી-ભાત પણ મોંઘા થઈ ગયા છે.

પાકિસ્તાની રૂપિયો તળિયે

પાકિસ્તાનમાં મોંઘવારી વચ્ચે ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાની હાલત ખરાબ થઈ ગઈ છે. 1 ડૉલરની કિંમત 278.92 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. જો ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાની હાલત એવી જ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાન પાસે દેવાળિયા થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. ભારત અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની વાત કરીએ તો ડૉલરના મુકાબલે શ્રીલંકન રૂપિયો 324 ના સ્તર પર પહોંચી ગયો છે. તે જ સમયે ભારતીય રૂપિયાની કિંમત 1 ડૉલરની સામે 81 રૂપિયાની નજીક છે.