શ્રીલંકામાં સોમવાર સુધી લોકડાઉન, કથળતી આર્થિક સ્થિતિને લઈને સરકારનું મોટું પગલું

|

Apr 03, 2022 | 7:55 AM

શ્રીલંકામાં ઈંધણ, ખાદ્યપદાર્થો અને દવાઓની અછત સર્જાઈ છે, જેના કારણે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે.ત્યારે કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે લોકડાઉન લગાવવની જાહેરતા કરી છે.

શ્રીલંકામાં સોમવાર સુધી લોકડાઉન, કથળતી આર્થિક સ્થિતિને લઈને સરકારનું મોટું પગલું
Crisis In Srilanka (File Photo)

Follow us on

Sri Lanka Lockdow: શ્રીલંકામાં આર્થિક સંકટને (Srilanka Crisis) જોતા સરકારે 36 કલાકના દેશવ્યાપી લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. તમને જણાવવુ રહ્યુ કે, બગડતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રીલંકામાં પહેલાથી જ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ તેમના સંબંધીઓ અને તેમના સૌથી વિશ્વાસુ લોકો વિરુદ્ધના વિરોધને ડામવા માટે સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકડાઉન શનિવારે સાંજથી જ લાગુ કરવામાં આવ્યુ છે અને તે સોમવારે સવાર સુધી લાગુ રહેશે. પોલીસે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન ઈંધણ, (Fuel) ખોરાક અને દવાઓની અછતને લઈને મોટા પ્રમાણમાં સરકાર વિરોધનો સામનો કરી રહ્યુ છે.

લોકડાઉન લાગુ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેના ઘર પર હુમલો કર્યા બાદ આવ્યો છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર થયેલા હુમલા બાદ તેમણે કટોકટીની સ્થિતિ લાદવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે આ જાહેર વ્યવસ્થાની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. નાદારીની આરે ઉભેલા શ્રીલંકામાં, શનિવારે અનુરાધાપુરા શહેરમાં એક મહિલાના ઘર તરફ લોકોની ભીડ જામી હતી. કહેવાય છે કે આ મહિલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને સલાહ આપે છે.કાર્યકર્તા અને ભૂતપૂર્વ વિપક્ષી સાંસદ હિરુનિકા પ્રેમચંદ્રની આગેવાની હેઠળ ઘણી મહિલાઓએ આ મહિલાના નિવાસસ્થાન પર હુમલો કર્યો,જોકે બાદમાં પોલીસે તેમને અટકાવ્યા હતા.

દેખાવોને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

કોરોનાવાયરસ રોગચાળાએ પ્રવાસન પર આધાર રાખી રહેલા શ્રીલંકાની કમર તોડી નાખી છે. આ ઉપરાંત વિદેશથી આવતા નાણાં પણ બંધ થઈ ગયા છે. આ બંને પરિબળો દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ સત્તાવાળાઓએ વિદેશી હૂંડિયામણ બચાવવા માટે મોટા પાયે આયાત પર નિયંત્રણો લાદ્યા છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે સરકારના ગેરવહીવટ, વર્ષોના ઉધાર અને અન્યાયી ટેક્સ કાપને કારણે કટોકટી વકરી છે. શ્રીલંકામાં કર્ફ્યુ અને ઈમરજન્સીની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે લોકો રવિવારે સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન માટે તૈયાર થઈ રહ્યા છે. એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ટીયર ગેસથી ડરશો નહીં.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઘણા દેશોએ શ્રીલંકાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી

સામાન્ય સમયમાં, શ્રીલંકન સૈન્ય માત્ર પોલીસ માટે સહાયક ભૂમિકા ભજવી શકે છે, પરંતુ કટોકટીની સ્થિતિ તેમને અમુક કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. તેમાં નાગરિકોની અટકાયત કરવાનો અધિકાર પણ સામેલ છે. અમેરિકી રાજદૂત જુલી ચુંગે ચેતવણી આપી હતી કે, શ્રીલંકાને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, જે લોકશાહી અભિવ્યક્તિ માટે જરૂરી છે. સાથે જ યુકેના રાજદૂતે શ્રીલંકાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે EU મિશને જણાવ્યું હતું કે તેણે શ્રીલંકાના સત્તાવાળાઓને તમામ નાગરિકોના લોકશાહી અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે.

 

આ પણ વાંચો : અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા પાકિસ્તાની PM ઈમરાન ખાને સમર્થકોને કરી અપીલ, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરો

આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ પર લંડનમાં કરાયો હુમલો, પુત્રી મરિયમે કહ્યું- લોકોને ઉશ્કેરવા બદલ ઈમરાન ખાન સામે કેસ થવો જોઈએ

Next Article