Dubai News : દુબઈના આ 10 સ્થળ છે લોકપ્રિય, જાણો Miracle Gardenની કેમ થાય છે સૌથી વધારે ચર્ચા

વેકેશન માટે દુબઈના આ શ્રેષ્ઠ સ્થળ છે. પ્રવાસીઓ અહીં ભરપૂર આનંદ માણી શકે છે. દુબઈની નાઈટલાઈફ દુનિયાભરમાં ફેમસ છે. પ્રવાસીઓ અહીં દરિયાકિનારાની મુલાકાત લઈ શકે છે. આ શહેરમાં પ્રવાસીઓ માટે મનોરંજન માટેની તમામ સુવિધાઓ છે. ચાલો જાણીએ કે પ્રવાસીઓ દુબઈમાં કઇ 10 જગ્યાઓની મુલાકાત લઈ શકે છે.

Dubai News : દુબઈના આ 10 સ્થળ છે લોકપ્રિય, જાણો Miracle Gardenની કેમ થાય છે સૌથી વધારે ચર્ચા
Dubai News
Image Credit source: Google
| Edited By: | Updated on: Sep 21, 2023 | 7:24 AM

 Dubai : દુબઈ ખૂબ જ સુંદર શહેર છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ દુબઈની મુલાકાતે આવે છે. અહીંની ઊંચી ઇમારતો અને શોપિંગ મોલ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. દુબઈ વિશ્વમાં ચોથા સ્થાને સૌથી વધુ મુલાકાત લેવાય છે. એક સમયે આ શહેર વિશાળ ટાવર બુર્જ અલ અરબ માટે પ્રખ્યાત હતું, પરંતુ હવે તે જુમેરાહ અને બુર્જ ખલીફાથી (Burj Khalifa)  પણ વધુ ઊંચી ઇમારતો માટે લોકપ્રિય છે.

વેકેશન માટે દુબઈના આ શ્રેષ્ઠ સ્થળ છે. પ્રવાસીઓ અહીં ભરપૂર આનંદ માણી શકે છે. દુબઈની નાઈટલાઈફ દુનિયાભરમાં ફેમસ છે. પ્રવાસીઓ અહીં દરિયાકિનારાની મુલાકાત લઈ શકે છે. આ શહેરમાં પ્રવાસીઓ માટે મનોરંજન માટેની તમામ સુવિધાઓ છે. ચાલો જાણીએ કે પ્રવાસીઓ દુબઈમાં કઇ 10 જગ્યાઓની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: Sydney News: ઓસ્ટ્રેલિયા સિડનીમાં સપ્ટેમ્બરની આક્રમક ગરમીને કારણે 65 જગ્યાએ આગના બનાવ, તંત્ર થયું દોડતું

દુબઈમાં આ 10 સ્થળોની મુલાકાત જરુરથી લો

  • દુબઈ મિરેકલ ગાર્ડન
  • બસ્તાકિયા
  • દેરા સોક
  • દુબઈ એક્વેરિયમ
  • ગ્લોબલ વિલેજ
  • દુબઈ ડેઝર્ટ કન્ઝર્વેશન રિઝર્વ
  • અલસેરકલ આર્ટ ડિસ્ટ્રિક્ટ
  • દુબઈ ઓપેરા
  • દુબઈ ગ્રાન્ડ મસ્જિદ
  • દુબઈ મ્યુઝિયમ

આ પણ વાંચો : સ્વીડનમાં કરવી છે નોકરી, આ રીતે વિઝા મેળવવા માટે કરો એપ્લાય?

મિરેકલ ગાર્ડન શા માટે ખાસ છે?

દુબઈનું મિરેકલ ગાર્ડન દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ગાર્ડન યુનાઈટેડ આરબ અમીરાતના મધ્યમાં આવેલું છે. આ ગાર્ડનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. આ ગાર્ડન 72,000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. પ્રવાસીઓ આ બગીચામાં 45 લાખથી વધુ ખીલેલા ફૂલો જોઈ શકે છે. આ ગાર્ડનની મુલાકાત પ્રવાસીઓને એક અલગ જ રોમાંચક અનુભવ આપે છે.

મિરેકલ ગાર્ડન ઓક્ટોબરથી એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. અતિશય ગરમીને કારણે મેથી સપ્ટેમ્બર સુધી બગીચો બંધ રહે છે. પ્રવાસીઓ દુબઈમાં બુર્જ ખલીફા ઈમારત પણ જોઈ શકે છે. બુર્જ ખલીફાની ઊંચાઈ એટલી ઊંચી છે કે પ્રવાસીઓ તેને નેવું કિલોમીટર દૂરથી પણ જોઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો