Dubai : વિશ્વના આલીશાન શહેરોના લિસ્ટમાં UAEનું દુબઈ શહેર ટોપ પર આવે છે. સંયુક્ત આરબ અમીરાતના આ શહેરનો ઈતિહાસ રસપ્રદ છે. તમે ક્યારેય કલ્પના કરી છે કે જીવનમાં એકવાર જે શહેરનો પ્રવાસ કરવાની દરેકની ઈચ્છા છે, તે શહેર પહેલા એક સામાન્ય ગામડું હતુ ? આ તમે સાચુ વાચી રહ્યા છો. દુબઈ શહેર વર્ષો પહેલા એક સામાન્ય ગામડું હતુ.
દુબઈનો ઈતિહાસ 3000 વર્ષ જૂનો છે. 1820માં દુબઈ એક માછીમારોનું ગામ હતુ. 1958માં જ્યારે શેખ મોહમ્મદ રાશિદ અલ મખ્તૌમને આ ગામનું નસીબ બદલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે દુબઈમાં રાશિદ પોર્ટ અને જેબેલ અલી પોર્ટ બનાવીને દુબઈનો નકશો જ બદલી દીધો. દુબઈ ગામમાંથી એક ચમકતુ શહેર બન્યુ, તેની પાછળનું કારણ શેખ મોહમ્મદ રાશિદ અલ મખ્તૌમ છે.
આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 4 ચીની નાગરિકો અને આર્મીના 9 સુરક્ષાકર્મી સહિત 13 લોકોના મોત- સૂત્ર
અમીરાતનો અર્થ છે સ્ટેટ. દુબઈ તેલ, પર્યટન અને રિયલ સ્ટેટ માટે જાણીતો છે. દુબઈની દક્ષિણમાં અબુધાબી અને પૂર્વમાં શારજાહ છે. વર્ષ 2006માં શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દુબઈના પ્રથમ રાજા અને યુએઈના ઉપરાષ્ટ્રપતિ બન્યા.
આ પણ વાંચો : Canada: બેરી અને સેન્ટ્રલ ઓન્ટારિયોમાં તીવ્ર વાવાઝોડુ નહીં આવે, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો