લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

|

Dec 29, 2021 | 7:40 AM

શહેરને સ્વચ્છ બનાવવા માટે અમુક શહેર દ્વારા અમુક પ્રકારના નિયમો બનાવવામાં આવતા હોય છે. પરંતુ  આ ગામમાં જો તમે બાલ્કનીમાં કપડાં આસુકવો છો તો તમારે દંડ ભરવો પડશે.

લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ
દુબઈ નગરપાલિકાએ કર્યા અમુક પ્રતિબંધ (File photo)

Follow us on

દુબઇને (Dubai) સ્વચ્છ રાખવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. દુબઈ નગરપાલિકાએ (Dubai Municipality) તેના નાગરિકો માટે એવા નિયમો બનાવ્યા છે કે ભારતના લોકો માટે વિચિત્ર હોઈ શકે છે. દુબઈમાં જો કોઈ વ્યક્તિ તેની બાલ્કનીમાં કપડા સુકવે તો તેને દંડ ભરવો પડશે. એટલું જ નહીં, જો દુબઈના લોકો તેમની બાલ્કનીમાં ઉભા રહીને સિગારેટ પીતી વખતે તેમની રાખ બાલ્કનીમાંથી ફેંકી દે તો પણ તેમને ભારે દંડ ભરવો પડશે.નગરપાલિકાનું કહેવું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આવા પગલા લેવામાં આવી રહ્યા છે.

નગરપાલિકાએ લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમના એપાર્ટમેન્ટની બાલ્કનીનો ‘દુરુપયોગ’ ન કરે. દુબઈ નગરપાલિકાએ તેના સોશિયલ મીડિયા દ્વારા લોકોને એવી વસ્તુઓ ન કરવા સૂચના આપી છે જેનાથી તેમની બાલ્કનીઓ કદરૂપી દેખાય અને સમસ્યા બની જાય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નગરપાલિકાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “પર્યાવરણની જરૂરિયાતો અને ધોરણો વિશે સમુદાયની જાગૃતિ વધારવા માટે દુબઈ મ્યુનિસિપાલિટી યુએઈના તમામ રહેવાસીઓને વિનંતી કરે છે કે તેઓ શહેરના સૌંદર્યલક્ષી અને સંસ્કારી પ્રકૃતિને ખલેલ પહોંચાડવાથી દૂર રહે.”

દુબઈ નગરપાલિકાએ પોતાના ટ્વિટમાં બાલ્કનીના ‘દુરુપયોગ’ વિશે માહિતી આપી છે, જેના પર દંડ ફટકારવામાં આવશે.

બાલ્કનીમાં અથવા બારી પર કપડા સૂકવવા.
બચેલી સિગારેટ કે સિગારેટની રાખ બાલ્કનીમાંથી ફેંકી દેવી.
બાલ્કનીમાં કચરો ફેંકવો.
બાલ્કની ધોતી વખતે પાણી નીચે પડવું અથવા AC નું પાણી ટપકવું.
પક્ષીઓને ખવડાવવા માટે પણ દંડ થશે, કારણ કે તેઓ તેમની ગંદકી તે જ જગ્યાએ છોડી દે છે. જેનાથી તે જગ્યા ગંદી લાગે છે.
બાલ્કનીમાં સેટેલાઇટ ડીશ અથવા કોઈપણ પ્રકારનું એન્ટેના લગાવવું.

જો તમે નિયમોનો ભંગ કરશો તો તમારે આટલો દંડ ભરવો પડશે
જો કોઈ નગરપાલિકાના નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને 500 થી 1,500 દિરહામ ચૂકવવા પડી શકે છે. ભારતીય રૂપિયાના હિસાબે નિયમો તોડનારાઓને 10 હજારથી 30 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

આવા નિયમો ઘણા અન્ય ખાડી દેશોમાં પહેલાથી જ છે.

વર્ષ 2018માં ખાડી દેશ કુવૈતે પણ પોતાના નાગરિકો માટે આવો જ નિયમ બનાવ્યો હતો. કુવૈતે સ્વચ્છતા અને શિષ્ટાચારને ટાંકીને કડક નિયમો બનાવ્યા છે. નિયમોનો ભંગ કરનારાઓ પર ભારે દંડ પણ વસૂલવામાં આવે છે. કેટલાક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે બાલ્કનીમાં અન્ડરવેર અને સુક્વવુંએ ઉશ્કેરણીજનક, અપમાનજનક અને શરમજનક છે તે પછી દક્ષિણના રાજ્ય બહેરીને ગયા વર્ષે આ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો હતો.

આ પણ વાંચો : Happy Birthday Twinkle Khanna : પહેલી ફિલ્મ હિટ થયા બાદ ટ્વીંકલની એક્ટિંગ કરિયર પર લાગી હતી બ્રેક, કહ્યું હતું કે, મારી ફિલ્મો પર પ્રતિબંધ લગાવો

આ પણ વાંચો : Turmeric Farming : હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?

Next Article