Breaking News: ઉપરથી ડ્રોન એટેક, નીચે પાણીનો સૈલાબ..ભારતના આ પગલાથી પાકિસ્તાન હવે ખૈર નહીં !

ભારત પાકિસ્તાન પર હવે મોટા પગલા લઈ રહ્યું છે ત્યારે પહેલા બોમ્બમારો અને હવે પાકિસ્તાનને ડૂબાડી ડૂબાળીને મારવા ભારત આકરા પગલા લઈ રહ્યું છે.

Breaking News: ઉપરથી ડ્રોન એટેક, નીચે પાણીનો સૈલાબ..ભારતના આ પગલાથી પાકિસ્તાન હવે ખૈર નહીં !
india Baglihar Dam gates opened
| Updated on: May 09, 2025 | 10:32 AM

જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની હિંમત કરી, ત્યારે તેને ચારે બાજુથી જવાબ મળ્યો છે. એક તરફ, ભારતીય સેના મિસાઇલો અને ડ્રોન સતત પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છઠે, જ્યારે બીજી તરફ, ભારતે જમીન પર પાણીનો એવો પૂર છોડ્યો કે જેનાથી પાકિસ્તાનના પાયા હચમચી ગયા છે.

ભારતની પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઈક

ગુરુવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા લશ્કરી હુમલાઓનો ભારતીય સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો, ત્યારબાદ શુક્રવારે સવારે 8:15 વાગ્યે રામબન જિલ્લામાં સ્થિત બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

પાકિસ્તાનને ડૂબાડી ડૂબાડીને મારસે ભારત

ભારત પાકિસ્તાન પર હવે મોટા પગલા લઈ રહ્યું છે ત્યારે પહેલા બોમ્બમારો અને હવે પાકિસ્તાનને ડૂબાડી ડૂબાળીને મારવા ભારત આકરા પગલા લઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં પૂરનો ભય

અગાઉ, ભારતે થોડા દિવસ પહેલા આ બંધોના દરવાજા બંધ કરી દીધા હતા, જેના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર ખતરનાક રીતે ઘટી ગયું હતું. હવે જ્યારે ભારે વરસાદને કારણે દરવાજા ખોલવામાં આવ્યા અને બંધ ભરાઈ ગયો, ત્યારે પાકિસ્તાનમાં પૂરનો ભય છે. આ પછી, પાકિસ્તાનની પહેલેથી જ ડગમગતી અર્થવ્યવસ્થા પર વધુ દબાણ આવશે.

ગુરુવારે સાંજે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર, જેસલમેર, પોખરણ, જલંધર અને ભૂજ જેવા વ્યૂહાત્મક લશ્કરી મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આ હુમલાઓમાં પાકિસ્તાનના ઇરાદા ખૂબ જ ખતરનાક હતા, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ પોતાની તાકાત અને સતર્કતાથી દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

ભારતીય સેનાએ બે JF-17 અને એક F-16 સહિત ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટને પણ તોડી પાડ્યા. આ ફાઇટર જેટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને એલર્ટ રડાર સિસ્ટમ અને ફાઇટર સ્ક્વોડ્રનની મદદથી હવામાં નિશાન બનાવવામાં આવ્યા હતા.