કુરબાની માટે તૈયાર થયો ભેંસ ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! લાઈવ વજનના આધારે થયો લાખોનો સોદો, માલિકે 550 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યો

બકરીદ પહેલા સોશિયલ મીડિયા પર 'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભારે ચર્ચા જાગી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેવી અદભુત હેરસ્ટાઈલ ધરાવનાર 'ડોનાલ્ડ ટ્રમ્પ' ભેંસનો આખરે લાખોમાં સોદો થઈ ગયો છે.

કુરબાની માટે તૈયાર થયો ભેંસ ડોનાલ્ડ ટ્રમ્પ! લાઈવ વજનના આધારે થયો લાખોનો સોદો, માલિકે 550 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યો
| Updated on: May 23, 2026 | 8:16 PM

બાંગ્લાદેશમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ પહેલા એક અનોખી અને દુર્લભ પ્રજાતિનો અલ્બિનો ભેંસ (પાડો) સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ભેંસને તેના અનોખા દેખાવ અને વાળની ​​બનાવટના કારણે મજાકમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ નામ આપવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું.

આ ભેંસને ઢાકા નજીક નારાયણગંજ જિલ્લામાં આવેલા રાબેયા એગ્રો ફાર્મમાં ઉછેરવામાં આવ્યો હતો, જ્યાં બકરીદના તહેવાર નિમિત્તે કુરબાની માટે પ્રાણીઓને તૈયાર કરવામાં આવે છે. તાજેતરમાં જ આ ભેંસના વીડિયો ખૂબ વાયરલ થયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે, તેને બકરીદની કુરબાની માટે વેચી દેવામાં આવ્યો છે.

આછા ગુલાબી રંગનો છે ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ ભેંસ

ફાર્મના માલિક ઝિયાઉદ્દીન મૈરદાએ જણાવ્યું કે, 4 વર્ષનો આ ભેંસ અલ્બિનો નસ્લનો છે. આ ભેંસનો રંગ આછો ગુલાબી છે અને તે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આ ભેંસને લગભગ 10 મહિના પહેલા રાજશાહી સિટી હાટમાંથી ખરીદવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમના નાના ભાઈએ તેના વાળની ​​બનાવટ જોઈને તેનું નામ ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ રાખ્યું હતું, કારણ કે તેની હેરસ્ટાઈલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળતી આવતી હતી. ફાર્મના માલિકે કહ્યું, ‘આ માત્ર એક પ્રતીકાત્મક નામ છે. પ્રાણી અને માણસની સરખામણી ન થઈ શકે. આ નામ માત્ર પ્રેમ અને મજાકમાં આપવામાં આવ્યું હતું.’

3 લાખ રૂપિયામાં થયો ભેંસનો સોદો

ઝિયાઉદ્દીને જણાવ્યું કે, નામના કારણે આ ભેંસ સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયામાં વાયરલ થઈ ગયો અને તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ફાર્મ પર આવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, આ ભેંસને આખરે લાઈવ વેઈટ (જીવતા વજન)ના આધારે 550 ટકા પ્રતિ કિલોના ભાવે એક વેપારીને વેચી દેવામાં આવ્યો છે.

ભેંસનું વજન લગભગ 700 કિલોગ્રામ છે. આ હિસાબે જોવામાં આવે તો ભેંસનો સોદો આશરે 3.85 લાખ ટકા (અંદાજે 3 લાખ રૂપિયા)માં નક્કી થયો છે. ખરીદનારની ઓળખ મોહમ્મદ શોરોન તરીકે થઈ છે, જે ઝિન્ઝિરાના રસૂલપુર વિસ્તારના રહેવાસી છે.

નવા માલિકે ભેંસને છુપાવીને રાખ્યો

અહેવાલો અનુસાર, તેમણે આ ભેંસને બકરીદ પર આપવામાં આવતી કુરબાની માટે ખરીદ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે, જ્યારે તેમના રિપોર્ટર ખરીદનારના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે ભેંસને બતાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હજી સુધી તેમને પ્રાણીની ડિલિવરી મળી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભેંસ વાયરલ થયા પછી ખરીદનાર હાલમાં તેને છુપાવીને રાખી રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે ભીડભાડથી બચી શકાય.

Breaking News : ટ્ર્મ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ ! ઈરાની આતંકી કનેક્શન આવ્યું સામે

Follow Us