
અમેરિકાના રાજકારણમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. લગભગ બે વર્ષ પહેલાં પેન્સિલવેનિયાની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ, જેમાં ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી, હવે ફરી એકવાર તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત હિલ્ટન હોટલમાં આયોજિત ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરીમાં હોટલના બોલરૂમની બહાર સાત જેટલી ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ હુમલાએ અમેરિકાની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વોશિંગ્ટન ડીસીના હિલ્ટન હોટલમાં અફરાતફરીનો માહોલ વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર એ એક વાર્ષિક કાર્યક્રમ છે જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસને કવર કરતા પત્રકારો વચ્ચે અનૌપચારિક મુલાકાત થાય છે. આ એક હળવો કાર્યક્રમ હોય છે જેમાં રાષ્ટ્રપતિ પોતાની અને વિપક્ષની મજાક ઉડાવતા હોય છે. પરંતુ આ વખતે આ હાસ્ય-મજાકનો માહોલ ત્યારે ચીસાચીસ અને ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો જ્યારે હોટલના ગેટની બહાર ગોળીબારનો અવાજ સંભળાયો. સુરક્ષાના કારણોસર જેડી વેન્સને તાત્કાલિક...
Published On - 6:20 pm, Sun, 26 April 26