Breaking News : એપ્સટિન ફાઇલ્સમાં ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ, જાણો બીજું શું ખુલ્યું?

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મંગળવારની સાંજે યૌન અપરાધી એપ્સટીન સાથે જોડાયેલા અંદાજે 30 હજાર પન્નાના નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ નવી ફાઈલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બળાત્કારનો આરોપ લાગેલા છે. તો ચાલો જાણીએ કે, અન્ય કયા નવા ખુલાસા થયા છે.

Breaking News : એપ્સટિન ફાઇલ્સમાં ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ, જાણો બીજું શું ખુલ્યું?
| Updated on: Dec 24, 2025 | 10:17 AM

અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયલો કેસમાં ફરી એક વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સામે આવ્યું છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મંગળવારની સાંજે આ કેસ સાથે જોડાયેલ અંદાજે 30 હજાર પન્નાના નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ ફાઈલોમાં ટ્રમ્પ અને એપ્સટીનની જૂની ઓળખ, અંગત પ્રવાસ તેમજ કેટલાક ગંભીર પણ સાબિત ન થયેલા આરોપોનો ઉલ્લેખ છે.

નવા જાહેર થયેલા દસ્તાવેજોમાં ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પરંતુ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પ પર લાગેલા બળાત્કારના આરોપ કોઈ પણ ઓળખ વગરના છે. તેને સાચા માની શકાય નહી. તો ચાલો જાણીએ ટ્રમ્પને લઈ અન્ય ક્યાં ક્યાં નવા ખુલાસા થયા છે. તે આ ફાઈલ્સમાં છે?

ટ્રમ્પ એપ્સટીનના ખાનગી જેટમાં મુસાફરી કરી

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, તેમણે ક્યારે પણ એપ્સટીનના જેટમાં મુસાફરી કરી નથી. ફાઈલમાં સામેલ જાન્યુઆરી 2020ના એક ઈમેલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે 1993થી 1995 વચ્ચે અંદાજે આઠ વખત એપ્સટીનના ખાનગી જેટમાં મુસાફરી કરી હતી. રેકોર્ડમાં એ પણ નોંઘાયેલું છે કે, કેટલીક મુસાફરી ટ્રમ્પની પત્ની માર્લા મૈપલ્સ અને તેના બાળકો સાથે હતી પરંતુ આ ડોક્યુમેન્ટમાં ટ્રમ્પ પર કોઈ ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો નથી.1993ની ફ્લાઇટમાં ફક્ત એપ્સટિન ટ્રમ્પ અને એક 20 વર્ષીય મહિલા મુસાફર હતા જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી રહી છે.

હાથે લખેલા પત્ર અને વિવાદ

ફાઈલમાં એપ્સટિનનો એક કથિત હાથથી લખેલો પત્ર પણ સામેલ છે.જેમાં રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ છે. આ પત્રની ચકાસણી કરવામાં આવી નથી, અને DOJ એ તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ટ્રમ્પ પર એપ્સટાઇન કેસમાં કોઈ ગુનાહિત આરોપોનો સામનો કરવો પડતો નથી અને 2020ની ચૂંટણી પહેલા ઘણા દસ્તાવેજો ચકાસણી વિના સબમિટ કરવામાં આવ્યા હતા.

FBI ફાઇલમાં બળાત્કારનો આરોપ (પ્રમાણિત નથી)

સૌથી વિવાદાસ્પદ ખુલાસામાં ઓક્ટોબર 2020ની એક FBI ફાઈલ સામેલ છે. જેમાં એક મહિલાએ દાવો કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફ્રી એપ્સટિન બંન્નેએ એક સાથે બળાત્કાર કર્યો. ફાઈલમાં લિમોજીન ડ્રાઈવરના નિવેદનનો પણ ઉલ્લેખ છે. જેમણે 1995માં એક ફોન કોલ સાંભળ્યો હતો. જેમાં ટ્રમ્પ કથિત રીતે કોઈ છોકરી સાથે દુવ્યવહારની વાત કરી રહ્યા હતા. પરંતુ FBI રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ આરોપોની ઔપચારિક તપાસ કરવામાં આવી હતી કે નહીં. એવું નોંધાયું છે કે આરોપો લગાવનાર મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં ગોળીબારથી મૃત્યુ થયું હતું.

 ટ્રમ્પના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

 

Published On - 9:51 am, Wed, 24 December 25