US: Hawaiiના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો, લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી ગયા

|

Aug 11, 2023 | 12:21 PM

જંગલમાં લાગેલી આગને કારણે લહેના શહેરમાં પર્યટન સ્થળોને મોટું નુકસાન થયું છે. યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જંગલમાં આગના ઝડપી ફેલાવવા માટે ચક્રવાત ડોરા પણ જવાબદાર છે.

US: Hawaiiના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો, લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી ગયા

Follow us on

US: અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ (Fire) લાગી છે. આ આગના કારણે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે.અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ઝડપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લાહૈના શહેરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 56 લોકોએ  જીવ ગુમાવ્યા છે. ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Manipur Violence: મણિપુર હિંસાના 100 દિવસ, જાણો શું છે સંસદમાં હંગામા વચ્ચે તાજેતરની સ્થિતિ

શું છે સમગ્ર મામલો

હવાઈમાં સ્થિત માયુના લાહૈના, પુલેહુ આગની ઝપેટમાં આવ્યું છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી રહ્યા છે. આટલું જ નહિ પરંતુ જંગલની આગને લઈ લાહૈના કસ્બેના પર્યટકો સ્થળોને મોટું નુકસાન પહોંચ્યું છે. અમેરિકાના હવામાન વિભાગ મુજબ ચક્રવાત ડોરા પણ હવાઈમાં આ જંગલની આગના ઝડપી પ્રકોપ માટે જવાબદાર છે, જેના જોરદાર પવનોએ આગને ખૂબ જ ઝડપથી ફેલાવી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વર્તમાન પરિસ્થિતિ કેવી છે?

ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 હજારથી વધુ લોકોને માયુ ટાપુમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓને હવાઈના અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે, આ સિવાય પર્યટન માટે આવેલા લગભગ બે હજાર લોકોને કાહુલુઈ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. હોનોલુલુમાં હવાઈ કન્વેન્શન સેન્ટરને પણ બાકીના બચાવકર્તાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગને કારણે ઘર છોડવા મજબૂર થયેલા 4000 લોકોને અહીં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article