Covid-19 Variant : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની(World Health Organizations) સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટને (Corona New Variant)ચિંતા વ્યક્ત કરી છે.આ સંસ્થા દ્વારા ખુબ ઝડપથી ફેલાતા વેરિયન્ટને ‘ઓમિક્રોન’ (Omicron) નામ આપવામાં આવ્યું છે.
નવા વેરિયન્ટથી દક્ષિણ આફ્રિકામાં હાહાકાર
શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત છેલ્લા કેટલાક મહિનામાં નવા વેરિયન્ટ વાયરસના વર્ગીકરણમાં પ્રથમ વખત છે. આ વર્ગમાં ડેલ્ટા વેરિયન્ટને(Delta Variant) પણ મૂકવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં ફેલાયો હતો.કોવિડ-19ના વેરિયન્ટને કારણે અમેરિકા સોમવારથી દક્ષિણ આફ્રિકા (South Africa)અને અન્ય સાત આફ્રિકન દેશોના બિન-યુએસ નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂકશે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ડો. ટોમ પીકોકે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાયરસના નવા પ્રકાર (b.1.1.529) વિશે માહિતી પોસ્ટ કરી હતી. ત્યારથી વૈજ્ઞાનિકો આ વેરિયન્ટ પર શોધ કરી રહ્યા છે.
The Technical Advisory Group on SARS-CoV-2 Virus Evolution met today to review what is known about the #COVID19 variant B.1.1.529.
They advised WHO that it should be designated a Variant of Concern.
WHO has named it Omicron, in line with naming protocols https://t.co/bSbVas9yds pic.twitter.com/Gev1zIt1Ek— World Health Organization (WHO) (@WHO) November 26, 2021
વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ પર રિચર્સ કરી રહ્યા છે.દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) એ પુષ્ટિ કરી છે કે દક્ષિણ આફ્રિકામાં B.1.1529 મળી આવ્યો છે અને જિનોમ સિક્વન્સિંગ બાદ નવા વેરિયન્ટના 22 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. સંક્રમણ વધે તે પહેલા જ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવા વેરિયન્ટે વધારી ચિંતા !
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલ કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. વિશ્વના ઘણા દેશોએ નવા વેરિયન્ટની દહેશતને પગલે દક્ષિણ આફ્રિકાથી આવતા લોકો પર પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઈનોવેશનના ડાયરેક્ટર પ્રોફેસર તુલિયો ડી ઓલિવિરાએ જણાવ્યુ હતુ કે, આ ખૂબ જ અલગ પ્રકારનું મ્યુટન્ટ છે, જે ઝડપથી ફેલાઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર 30 થી વધુ મ્યુટેશન સાથેનો એક નવો કોવિડ વેરિયન્ટ પણ દક્ષિણ આફ્રિકામાં ફેલાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, યુકેના આરોગ્ય પ્રધાન સાજિદ જાવેદે છ આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ દેશોને રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત, બ્રિટનના પ્રવાસીઓને પણ હવેથી ક્વોરેન્ટાઇન કરવું પડશે.
આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે આવશે ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક મુદ્દાઓ પર થશે વાતચીત
આ પણ વાંચો : Meghalaya: દેશમાં પ્રથમવાર ડ્રોનથ કરાઈ દવાઓની ડિલિવરી, 25 મિનિટમાં 25 કિમીની કાપ્યું અંતર