Covid 19: એક મહિનામાં વિશ્વમાં કોરોનાના નોંધાયા 40 લાખ કેસ, 25000થી વધુ લોકોના થયા મોત

|

Apr 04, 2023 | 11:10 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3038 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 21 હજાર 179 પર પહોંચી ગઈ છે.

Covid 19: એક મહિનામાં વિશ્વમાં કોરોનાના નોંધાયા 40 લાખ કેસ, 25000થી વધુ લોકોના થયા મોત

Follow us on

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોનાના કારણે 25 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લગભગ 40 લાખ કેસ નોંધાયા છે. WHOના ટેકનિકલ લીડ વિભાગના ડો. મારિયા વેને કહ્યું કે કોવિડના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં સતત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 800થી વધુ વેરિઅન્ટ મળી ચુક્યા છે.

કોવિડના કેસ સતત સામે આવી રહ્યા છે અને આ વાયરસને કારણે મૃત્યુ પણ થઈ રહ્યા છે. વધતા જોખમને કારણે WHOએ તમામ દેશોને કોવિડને લઈને સતર્ક રહેવા સૂચના આપી છે. બીજી તરફ, ભારતમાં પણ વાયરસમાં તેનું રૂપ બદલી રહ્યો છે. હવે ઓમિક્રોનના XBB.1.16 વેરિયન્ટનો રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રકાર અન્ય ઘણા દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં કોવિડના કેસ વધી રહ્યા છે.

 આ પણ વાંચો: Ram Navami violence: શું તુષ્ટિકરણની રાજનીતિ હવા આપવાનું કામ કરી રહી છે? રામ નવમી હિંસા બોલ્યા અનુરાગ ઠાકુર

દેશમાં કોરોનાના નવા નોંધાયા 3038 કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3038 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 21 હજાર 179 પર પહોંચી ગઈ છે.દિલ્હીમાં કોવિડનો સકારાત્મક દર 18 ટકાને વટાવી ગયો છે. આ સાથે રાજધાની દિલ્લીમાં કોવિડથી 2 દર્દીઓના મોત પણ થયા છે. જ્યારેયે, છત્તીસગઢની એક ગર્લ્સ હોસ્ટેલમાં 19 વિદ્યાર્થીની કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આજે ગુજરાતમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા

04 એપ્રિલના રોજ કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2220એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 94, સુરતમાં 32, વડોદરા જિલ્લામાં 24, વડોદરામાં 24, મહેસાણામાં 21, મોરબીમાં 15, રાજકોટમાં 14, અમરેલીમાં 11, રાજકોટ જિલ્લામાં 11, ગાંધીનગરમાં 08, સુરેન્દ્રનગરમાં 08, જામનગરમાં 07, વલસાડમાં 07, ભાવનગરમાં 06, સુરત જિલ્લામાં 06, પાટણમાં 05, ખેડામાં 04, કચ્છમાં 04, પંચમહાલમાં 04, આણંદમાં 03, નવસારીમાં 03, પોરબંદરમાં 03, ગાંધીનગર જિલ્લામાં 02, ગીર સોમનાથમાં 02, જામનગરમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, બનાસકાંઠામાં 01, સાબરકાંઠામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે . તેમજ કોરોનાથી 317 દર્દી સાજા થયા છે.

રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article