Coronavirus Update : કોરોના સંકટ દરમિયાન મળી રહી છે અનેક દેશોની મદદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ ધન્યવાદ

|

May 07, 2021 | 10:04 PM

ભારત આ સમયે કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં એક દિવસમાં 4 લાખથી વધારે કોરોનાના કેસ આવ્યા છે અને હજારો લોકોના મોત થઇ રહ્યા છે.

Coronavirus Update : કોરોના સંકટ દરમિયાન મળી રહી છે અનેક દેશોની મદદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ ધન્યવાદ
Arindam Bagchi

Follow us on

Coronavirus Update : ભારત આ સમયે કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં એક દિવસમાં 4 લાખથી વધારે કોરોનાના કેસ આવ્યા છે અને હજારો લોકોના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, પોલેન્ડ જેવા દેશમાં ચિકિત્સા સહાયના રુપમાં ઓક્સીજન, વેંટીલેટર અને અન્ય મેડિકલ સપ્લાઇ પહોંચાડવાનો સિલસિલો યથાવત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી ટ્વીટ કરીને કહ્યુ કે, અમારે ઐતિહાસિક સંપર્કો અને લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત સંબંધોને આગળ વધારતા. અમે મિત્ર ડેનમાર્કનો 53 વેંટીલેટરનો જથ્થો મોકલવા માટે ધન્યવાદ કરીએ છીએ. તેમણે કહ્યુ કે આંતરાષ્ટ્રીય ગઠજોડ ચાલુ છે. પોલેન્ડથી 100 ઓક્સીજન સાંદ્રકનો જથ્થો પહોંચાડ્યો. યૂરોપીય સંઘના સહયોગી પોલેન્ડને સમર્થન માટે આભાર માન્યો.

બાગચીએ ટ્વીટ કરીને નેધરલેન્ડથી મેડિકલ સપ્લાઇ પહોંચાડવાની જાણકારી આપી. તેમણે કહ્યુ કે અમારા બહુઆયામી સહયોગને વધારે મજબૂત કરતા નેધરલેન્ડથી પહેલો જથ્થો 449 વેંટીલેટર, 100 ઓક્સીજન અને અન્ય મેડિકલ સપ્લાઇ ભારત પહોંચ્યો છે. આવનારા દિવસોમાં વધારે મેડીકલ સપ્લાઇ પહોંચી જશે. આ પહેલા સ્વિઝરલેન્ડે કહ્યુ હતુ કે, તેમણે કોરોના વાયરસના વિરુધ્ધ જંગમાં મદદના રુપમાં ઓક્સીજન અને શ્વસન સંબંધી ઉપકરણ સહિત 24 કરોડ રુપયાથી વધારેનો મેડિકલ સપ્લાઇ ભારત મોકલ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/MEAIndia/status/1390601128815960072?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet

આપને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ગંભીર થઇ રહી છે. આજે પણ 4.14 લાખથી વધારે કેસ આવ્યા છે. અને 3,915 મૃત્યુ થયા છે.

Next Article