CORONA : અમેરિકામાં કોરોના જંગમાં ભારતીય વેક્સિનનો ઉપયોગ કરાશે ? કંપનીએ COVAXIN માટે પરવાનગી માંગી

|

May 25, 2021 | 2:04 PM

CORONA : ભારત બાયોટેક અને આઈસીએમઆરના સંયુક્ત પ્રયત્નો દ્વારા ભારતના કોરોના સામે કોવેક્સિન હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

CORONA : અમેરિકામાં કોરોના જંગમાં ભારતીય વેક્સિનનો ઉપયોગ કરાશે ? કંપનીએ COVAXIN માટે પરવાનગી માંગી
ફાઇલ

Follow us on

CORONA : ભારત બાયોટેક અને આઈસીએમઆરના સંયુક્ત પ્રયત્નો દ્વારા ભારતના કોરોના સામે કોવેક્સિન હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં કોવિશિલ્ડ અને કોવેકિસનની સહાયથી કરવામાં આવી હતી. હવે અમેરિકામાં કોરોના સામે આ ભારતીય શસ્ત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગવામાં આવી છે.

ભારત બાયોટેકના કોવિડ -19 રસી કોવેકિસન માટે યુ.એસ.ના ભાગીદાર ઓકુજેને યુ.એસ. ડ્રગ રેગ્યુલેટર એફડીએ સમક્ષ માસ્ટર ફાઇલ રજૂ કરી છે, ત્યારબાદ આ રસીનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવશે. ઓકુઝને જણાવ્યું હતું કે, કંપની હાલમાં યુએસમાં કોવેકિસન માટેની ક્લિનિકલ અને નિયમનકારી રીતોનું મૂલ્યાંકન કરી રહી છે, જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર (એફડીએ) પાસેથી ઇમરજન્સી યુઝ ઓથોરિટી (ઇયુએ) મેળવવાનો સમાવેશ થાય છે. ”

ઓકુઝેને શેર બજારને જણાવ્યું હતું કે આની સાથે યુ.એસ.માં બાયોલોજિકલ લાઇસન્સ એપ્લિકેશન (બી.એલ.એ.)ની મંજૂરી અને કંપનીની વેપારીકરણની વ્યૂહરચનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઓકુઝેને એફડીએ પાસે સમીક્ષા માટે પ્રિકિલનિકલ અભ્યાસ, રસાયણો, ઉત્પાદન અને નિયંત્રણ (સીએમસી) અને ક્લિનિકલ અભ્યાસ સહિતના પરિણામોની ફાઇલો રજુ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કંપનીએ કહ્યું કે તેમને ઇયુએ ફાઇલ કરવા માટે ભારત બાયોટેક તરફથી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કાના વધારાના ડેટાની રાહ જોઇ રહ્યાં છે. નોંધનીય છેકે કોવેકિસનના ભારતમાં સારા પરિણામો જોવા મળી રહ્યાં છે. અને, કોવેક્સિન કોરોનાની દરેક વેરિએન્ટમાં કારગત નિવડી રહી હોવાનો નિષ્ણાતોનો દાવો છે.

આ સાથે ડબલ્યુએચઓએ પણ કોવેક્સિનના સારા પરિણામો બાબતે ઉલ્લેખ કર્યો છે. જેથી હવે અમેરિકા જેવા દેશોમાં પણ કોવેકિસનની ઉપયોગીતા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. અને, ટુંક સમયમાં અમેરિકામાં પણ કોરોનાની જંગમાં કોવેકિસનનો ઉપયોગ થતો જોવા મળી શકે છે.

Next Article