કોરોના વાયરસ: શું તમે વેક્સિન લેવા માંગો છો? તો આ રીતે Google કરશે મદદ

|

Mar 13, 2021 | 1:28 PM

વેક્સિનેશનની પ્રક્રિયા વિશ્વભરમાં શરુ છે. હવે આ વેક્સિન અભિયાનમાં ગૂગલ પણ મદદે આવ્યું છે. ગૂગલ હવે તમને વેક્સિન સેન્ટરની માહિતી આપશે.

કોરોના વાયરસ: શું તમે વેક્સિન લેવા માંગો છો? તો આ રીતે Google કરશે મદદ
ગૂગલ શોધી આપશે વેક્સિન સેન્ટર

Follow us on

જો તમે કોરોના રસી લેવા માંગતા હોવ અને તમારે તમારી નજીકના કેન્દ્ર વિશેની માહિતીની જરૂર હોય, તો હવે ગૂગલ (Google) તમને તે શોધી આપશે. જી હા ગૂગલ તેના સર્ચ મેપ અને ગુગલ આસિસ્ટન્ટ દ્વારા તમને તે સ્થળ જણાવશે. શુક્રવારે ગુગલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે જલ્દીથી લોકોને મદદ કરવા આ સેવા શરૂ કરશે.

ગૂગલે બ્લોગસ્પોટમાં જણાવ્યું છે કે, તેમની ટીમ કોરોના વેક્સિનથી સંબંધિત લોકોના પ્રશ્નોના તાત્કાલિક અને સચોટ જવાબ આપવા માટે કામ કરી રહી છે. ગુગલે જણાવ્યું હતું કે, ખોટી માહિતી પકડવા અને લોકોને યોગ્ય માહિતી પહોંચાડવા માટે તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, બિલ એન્ડ મિલિંદા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કામ શરુ કરી દીધું છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ગૂગલ સર્ચમાં નોલેજ પેનલ શરૂ કરી

રસીકરણના પ્રથમ તબક્કા પછી જ ગૂગલે કોવિડથી સંબંધિત પ્રશ્નોના જવાબો સાથે ગૂગલ સર્ચમાં નોલેજ પેનલ શરૂ કરી હતી. તે લોકોને યોગ્ય માહિતી આપીને મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત અંગ્રેજી, હિન્દી સહિત 8 ભાષાઓમાં બે રસી, તેની અસરો, સલામતી, વિતરણ, રીએક્શન વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.

Published On - 1:27 pm, Sat, 13 March 21

Next Article