Covid in China: ચીનમાં ફરી કોરોનાથી હાહાકાર, ‘ઝીરો કોવિડ પોલિસી ‘નિષ્ફળ સાબિત થઈ

|

Apr 06, 2022 | 12:48 PM

ચીનમાં (China) કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ દેશે 'ઝીરો કોવિડ પોલિસી' (Zero covid policy) લાગુ કરી છે, પરંતુ તે પણ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ રહી છે.

Covid in China: ચીનમાં ફરી કોરોનાથી હાહાકાર, ઝીરો કોવિડ પોલિસી નિષ્ફળ સાબિત થઈ
Covid in China (File Photo)

Follow us on

Covid in China: હાલમાં ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના (Coronavirus)ઓછા કેસ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારતના પાડોશી દેશ ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનમાં (China) કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ દેશે ‘ઝીરો કોવિડ પોલિસી’ (Zero Covid Policy) લાગુ કરી છે, પરંતુ તે પણ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ રહી છે. બુધવારે અહીં 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. ચીને ઘણા રાજ્યોમાં લોકડાઉન(Lockdown)  લગાવ્યું છે, તેમ છતાં વધતા કેસોને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહ્યો છે.

ડ્રેગને સખત પ્રતિબંધો લાગુ કર્યા

તમને જણાવી દઈએ કે, માર્ચ સુધી ચીને લોકડાઉન ,જૂથ પરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સખત પ્રતિબંધો સાથે દૈનિક કેસોને નિયંત્રિત કર્યા હતા. પરંતુ હાલમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચીનમાં સંક્રમણના 20,472 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. લોકડાઉનમાં રહેલા લોકોને દરરોજ કોવિડ-19ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીના પગલાં લેવા અને પરિવારના સભ્યોની નજીક જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

શાંઘાઈમાં સ્થિતિ ‘અત્યંત ગંભીર’

શહેરના એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, શાંઘાઈ શહેરમાં (Shanghai city)પરિસ્થિતિ “અત્યંત ગંભીર” છે. આ જ કારણ છે કે ગયા અઠવાડિયે બે તબક્કામાં શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતુ. શાંઘાઈમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે ઝઝુમી રહેલા ચીને દેશભરમાંથી 10,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને તેના સૌથી મોટા શહેરમાં મોકલ્યા છે. જેમાં 2,000 થી વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાંઘાઈમાં બે-તબક્કાનું લોકડાઉન સોમવારે બીજા સપ્તાહમાં પ્રવેશ્યું  છે.

લોકડાઉનને કારણે પારાવાર મુશ્કેલી

સરકારે કોરોનાને પહોંચી વળવા લોકડાઉનનો સામનો કરવા માટે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યુ છે. અગાઉ વુહાનમાં 76 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતુ, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી, પરંતુ શાંઘાઈમાં ઘણા લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ચીનમાં કોવિડના કેસ વધવા છતાં 20 માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. ચીનમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા છે.આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં શંઘાઈના ફ્લેટમાં એક કૂતરાને બારીમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યું છે.ત્યારે લોકડાઉનને લઈને હાલ લોકો સહિત પ્રાણીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ઈમરાનખાનને કેમ યાદ આવે છે ભારત ?: અડધા કલાકમાં સાત વાર ભારતનુ લીધુ નામ, પાકિસ્તાનના ત્રણ ટુકડા થવાની વ્યક્ત કરી ભીતિ

Next Article