Germanyમાં કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટનો રાફડો ફાટ્યો, એક દિવસમાં 2.36 લાખ કેસ સામે આવ્યા

|

Feb 04, 2022 | 10:36 AM

જર્મનીમાં અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં વધારો થવાને કારણે દેશમાં ઘણા નિયંત્રણો લાગુ છે.

Germanyમાં કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટનો રાફડો ફાટ્યો, એક દિવસમાં 2.36 લાખ કેસ સામે આવ્યા
Germanyમાં કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટનો રાફડો ફાટ્યો (પ્રતિકાત્મક ફોટો)

Follow us on

Germany corona : જર્મની (Germany)માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 236,120 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના (Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટ પછી જોવા મળ્યો છે. જર્મનીમાં કોવિડ-19 (Covid-19) ની મહામારીમાં નિયંત્રણો ખતમ કરવાની માંગ સતત વધી રહી છે. સરકારના એક મંત્રીએ કહ્યું છે કે આવતા મહિનાથી ઘણા નિયમો (Corona Guidlines) હટાવી શકાય છે. બુધવારે સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે.

પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત શરૂ

જર્મનીમાં કોરોના પર લાદવામાં આવેલા નિયંત્રણોનો નિર્ણય મોટાભાગે દેશના 16 રાજ્યોની સરકારોની જવાબદારી છે. જો કે, સરકાર તેમની નાગરિક આરોગ્ય નીતિ પર સહયોગ કરવા માટે રાજ્ય સરકારોના વડાઓ સાથે નિયમિતપણે બેઠક કરે છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ટ્ઝની પ્રાદેશિક નેતાઓ સાથેની આગામી બેઠક 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. છેલ્લી બેઠક 24 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ પ્રતિબંધો સંબંધિત નિયમોને લઈને યથાસ્થિતિ જાળવવા સંમતિ દર્શાવી હતી.

ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં ઝડપથી વધારો

અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે જર્મનીમાં હાલમાં ઘણા નિયંત્રણો લાગુ છે. નાઇટક્લબ અને આવા ઘણા સ્થળો સંપૂર્ણપણે બંધ છે, તેથી રેસ્ટોરન્ટ અને બારમાં જવા માટે, ગ્રાહકોએ બતાવવું પડશે કે તેમને રસી આપવામાં આવી છે અથવા ચેપ લાગ્યો છે અને હવે તેઓ સાજા થયા છે. રિપોર્ટ બતાવીને પણ આવા સ્થળોએ જઈ શકે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

જેમણે બૂસ્ટર ડોઝ (Booster dose)લીધો છે તેઓને હાલમાં ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમણે રસી લીધી નથી તેમને હાલમાં રેસ્ટોરાં અથવા બાર સહિત ઘણી દુકાનોમાં જવાની મંજૂરી નથી. ઘણા લોકો આ પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ, કોરોનાને કારણે મોતની (Death) સંખ્યા વધી રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે. રાજયમાં ગુરુવારના રોજ કોરોનાના નવા 7606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાને કારણે 34 દર્દીઓના મોતના સમાચાર છે.

આ પણ વાંચો : Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર

Published On - 9:58 am, Fri, 4 February 22

Next Article