ચીનની ચાલનો પર્દાફાશ ! શિપિંગ કંટેનર્સમાં મિસાઇલ્સ છુપાવી રહ્યુ છે ડ્રેગન, કોઇ પણ જગ્યાએ હુમલો કરવાનો છે પ્લાન
કન્ટેનર જહાજમાંથી મિસાઇલ છોડવાનો એકમાત્ર જાહેર રેકોર્ડ ઇઝરાયેલ દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણનો ફોટોગ્રાફ છે. સ્ટોકટન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ લો થિંક-ટેંકે જણાવ્યું હતું કે નાગરિક જહાજો પર ગુપ્ત રીતે હથિયારો લોડ કરવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે.
કથિત રીતે ચીન (China) ગુપ્ત રીતે એવી મિસાઈલો (Missiles) વિકસાવી રહ્યું છે કે જેને તે શિપિંગ કન્ટેનરમાં છુપાવી શકે જેથી કરીને તેની દુનિયાભરના બંદરોમાં દાણચોરી કરી શકાય. તેમજ તેઓ કોઈપણ ચેતવણી વિના લોન્ચ કરી શકે છે. અહેવાલ મુજબ વિશ્વના મહાસાગરોમાં ચીનના જહાજોનો વિશાળ કાફલો છે. કેટલાક પશ્ચિમી નિરીક્ષકો માને છે કે ચીન દ્વારા આ મિસાઇલોનો વિકાસ યુદ્ધ જહાજોના નવા કાફલાને હસ્તગત કરવા સમાન છે. આ કન્ટેનર સામાન્ય કન્ટેનર જેવા દેખાય છે, તેથી તેને અન્ય કન્ટેનર સાથે સંગ્રહિત કરી શકાય છે અને વિશ્વના વિવિધ ભાગોમાં પરિવહન કરી શકાય છે.
તે જ સમયે, ચીન આ મિસાઇલોને દુશ્મન બંદરો પર પહોંચાડીને અચાનક હુમલો કરી શકે છે. ઇન્ટરનેશનલ એસેસમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી સેન્ટરના રિક ફિશરે કહ્યું કે ચીન પાસે સ્ટીલ્થ મિસાઇલો હોવાની સંભાવના છે. અમેરિકા અને ચીન આર્થિક અને લશ્કરી બંને રીતે વિશ્વની ટોચની મહાસત્તા બનવાની સ્પર્ધામાં છે. તાઈવાનના ભવિષ્યને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. જ્યાં ચીન તાઈવાન પર કબજો કરવાના ઈરાદા સાથે બેઠું છે ત્યાં અમેરિકાએ કસમ ખાધી છે કે તે તાઈવાનને બેઈજિંગથી બચાવશે.
ડિટેન્શન શિબિરોમાં 10 લાખથી વધુ ઉઇગુર મુસ્લિમો સાથે દુર્વ્યવહાર કરવા બદલ વિશ્વભરમાં ચીનની નિંદા કરવામાં આવી છે. જો કે બેઇજિંગે આ આરોપોને નકારી કાઢ્યા છે. નવી મિસાઇલોનો પ્રોટોટાઇપ 2016ના આર્મ્સ ફેરમાં જોવા મળ્યો હતો. ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે તે હવે સક્રિય રીતે તૈનાત થઈ શકે છે. ફિશરે કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પોતાની ઈચ્છા પ્રમાણે અરાજકતા સર્જવા માટે કન્ટેનરાઈઝ્ડ મિસાઈલોનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
કન્ટેનર જહાજમાંથી મિસાઇલ છોડવાનો એકમાત્ર જાહેર રેકોર્ડ ઇઝરાયેલ દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણનો ફોટોગ્રાફ છે. સ્ટોકટન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ લો થિંક-ટેંકે જણાવ્યું હતું કે નાગરિક જહાજો પર ગુપ્ત રીતે હથિયારો લોડ કરવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીની મિસાઈલોને કોમર્શિયલ જહાજોમાં ગુપ્ત રીતે છુપાવવાને કારણે નાગરિક જહાજો પર ખતરો વધી જાય છે.
આ પણ વાંચો –
રાજ્યભરમાં જુનિયર્સ ડોકટર્સ અનિશ્ચિત મુદતની હડતાળના પગલે સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાઇન લાગી
આ પણ વાંચો –
Ahmedabad: અમરાઈવાડીમાં હત્યા અને મારામારીનો બનાવ, એક જ દિવસમાં બન્યા બે ગંભીર ગુનાઓ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો –