ચીનમાં કરોડો યુવકો રહી ગયા વાંઢા, વિદેશી દુલ્હન ખરીદવા બન્યા મજબુર, ખુદ ચીની સરકારે કહ્યુ આવુ ન કરો- વાંચો

ચીનમાં દિવસે દિવસે અવિવાહીત યુવકોનું પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે ચીની યુવકો વિદેશી દુલ્હન ખરીદીને લાવવા મજબુર બન્યા છે. આટલુ જ નહીં, ચીનમાં છોકરીઓની એટલી હદે અછત વર્તાઈ રહી છે કે હવે ચીનાઓ દુલ્હન માટે અપહરણ પણ કરવા લાગ્યા છે. જેને બ્રાઈડ ટ્રાફિકિંગ કહે છે. બ્રાઈડ ટ્રાફિકિંગના વધતા કિસ્સાઓ પર હવે હ્યુમન રાઈટ્સ કમિશને પણ લાલ આંખ કરી છે.

ચીનમાં કરોડો યુવકો રહી ગયા વાંઢા, વિદેશી દુલ્હન ખરીદવા બન્યા મજબુર, ખુદ ચીની સરકારે કહ્યુ આવુ ન કરો- વાંચો
| Updated on: May 31, 2025 | 9:16 PM

ચીનમાં યુવક યુવતીના સેક્સ રેશિયોનું સંતુલન એટલી હદે બગડ્યુ છે કે ત્યાંના છોકરાઓને હવે લગ્ન માટે છોકરી નથી મળી રહી. ચીનમાં વાંઢા રહી ગયેલા છોકરાઓ એટલી હદે કંટાળ્યા છે કે હવે તેઓ વિદેશી યુવતી ખરીદીને લાવવા તૈયાર થઈ ગયા છે. ખુદ ચીની સરકારે બાંગ્લાદેશમાં રહેતા તેમના નાગરિકોને અપીલ કરી છે કે વિદેશી દુલ્હન ખરીદવાથી બચો. નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ખરેખર સેક્સ રેશિયો ડામાડોળ થવાથી ચીની પુરુષોના લગ્ન નથી થઈ રહ્યા. એવામાં બાગ્લાદેશ જ નહીં અનેક એશિયાઈ દેશોમાંથી ચીનાઓ દુલ્હનોની ખરીદી કરી રહ્યા છે. હવે ચીની દૂતાવાસે તેમના યુવકોને આનાથી દૂર રહેવાની સલાહ આપી છે. ચીનમાં એવુ તો શું રહ્યુ છ કે ત્યાંના યુવકોને લગ્ન માટે યુવતી નથી મળી રહી. આ જ કારણ છે ક ચીની યુવકો અન્ય દેશોમાંથી દુલ્હન ખરીદી રહ્યા છે. ન માત્ર ખરીદી રહ્યા છે પરંતુ અપહરણ પણ કરી રહ્યા છે. ચીનમાં છેલ્લા ઘણા સમયથી બ્રાઈટ ટ્રાફિકિંગનું પ્રમાણ વધ્યુ છે. ત્યાં સુધી અમેરિકી હ્યુમન રાઈટ્સ વૉચના જણાવ્યા...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો