Pakistan: દોસ્ત બન્યા દુશ્મન! પાકિસ્તાન પર ચીનની સ્ટ્રાઈક, ચીને આપી ધમકી, જાણો સમગ્ર અહેવાલ

|

Apr 22, 2023 | 5:17 PM

પાકિસ્તાન કોર્પોરેશન પર 60 મિલિયન ડોલરનું દેવું છે. આ કંપની પાકિસ્તાનના કોલસા આધારિત પાવર પ્લાન્ટને કોલસો પૂરો પાડે છે. ચાઇના મશીનરી એન્જિનિયરિંગ કોર્પોરેશન (CMEC) નામની કંપની પાકિસ્તાન પાવર પ્લાન્ટ્સને કોલસો સપ્લાય કરે છે જે સરેરાશ 1360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે.

Pakistan: દોસ્ત બન્યા દુશ્મન! પાકિસ્તાન પર ચીનની સ્ટ્રાઈક, ચીને આપી ધમકી, જાણો સમગ્ર અહેવાલ
દેણુ ન ચુકવતા ચીને પાકિસ્તાને આપી ઘમકી
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાન દ્ગારા પૈસાની ચૂકવણીમાં વિલંબ થવાને કારણે પાકિસ્તાન અને ચીન વચ્ચેના તમામ સંબંધોમાં ખટાશ આવી શકે છે. ચીનના પૈસા ચૂકવણીમાં વિલંબ થતા પાકિસ્તાન માટે મોટી સમસ્યા બની ગઈ છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને અસર થઈ રહી છે. મીડિયા એહવાલ પ્રમાણે ચાઇનીઝ માઇનિંગ ઓપરેશન કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ફેડરલ સરકાર દ્ગારા ચૂકવણી ન કરવાને કારણે તેને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી.

આ પણ વાચો: Poonch Attack: પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો, ISI સાથે મળીને ઘડ્યું કાવતરું

પાકિસ્તાન પર $60 મિલિયનનું દેવું

પાકિસ્તાન કોર્પોરેશન પર 60 મિલિયન ડોલરનું દેવું છે. આ કંપની પાકિસ્તાનના કોલસા આધારિત પાવર પ્લાન્ટને કોલસો પૂરો પાડે છે. ચાઇના મશીનરી એન્જિનિયરિંગ કોર્પોરેશન (CMEC) નામની કંપની પાકિસ્તાન પાવર પ્લાન્ટ્સને કોલસો સપ્લાય કરે છે જે સરેરાશ 1360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. જો આ મુદ્દો ઉકેલાય નહીં તો આવતા મહિને સપ્લાય અડધી કરી દેવાની CMECએ પાકિસ્તાનને ધમકી આપી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પાકિસ્તાનમાં કોલસાની અછત

CMECના જણાવ્યા અનુસાર ગયા વર્ષના મે મહિનાથી પેમેન્ટ કરવામાં આવ્યું નથી. આના પરિણામે પાકિસ્તાનને સ્થાનિક અનામતનો ઉપયોગ કરવાને બદલે કોલસાની આયાત કરવાની ફરજ પડશે. પાકિસ્તાન પાસે આગામી ચાર મહિના ચાલી શકે તેટલો જ કોલસો બચ્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવશે

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી, આવતા મહિને ભારતની મુલાકાતે આવશે. તેઓ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, SCOની બેઠક 4 અને 5 મેના રોજ ગોવામાં યોજાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, જાન્યુઆરીમાં ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીને SCO બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. ઈસ્લામાબાદને ભારતના હાઈ કમિશન તરફથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આમંત્રણ મોકલ્યું હતુ.

પાકિસ્તાન શાંતિનો સંદેશ આપવા માંગે છે?

પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર SCO પાકિસ્તાન માટે એક મોટું પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે બિલાવલ દ્વિપક્ષીય વાટાઘાટો માટે નહીં પણ SCO બેઠકમાં ભાગ લેવા વિદેશ મંત્રીની ક્ષમતામાં ભારત જઈ રહ્યા છે. પાકિસ્તાને 5 ઓગસ્ટ 2019 પછી ભારત સાથે વાતચીત માટે કેટલીક શરતો મૂકી છે અને તે હજુ પણ તેના પર અડગ છે, તેથી દ્વિપક્ષીય વાતચીતનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ભારતે તેમના પર કોઈ પગલું ભર્યું નથી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article