
ચીનમાં ઘણી બધી બાબતો છે જે તમને આશ્ચર્યચકિત કરે છે. આ દેશ ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ છે અને સર્જનાત્મકતાની દ્રષ્ટિએ પણ ઓછો નથી. અહીંના લોકો ઘણીવાર નવી સર્જનાત્મકતા બતાવતા રહે છે. હાલમાં આવી સર્જનાત્મકતા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી લોકો ચીનના વખાણ કરી રહ્યા છે.
ચીનના ગાંસુ પ્રાંતના દુનહુઆંગ નાઈટ માર્કેટમાં એક જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે. આ જાહેર શૌચાલય કોઈ પર્યટન સ્થળથી ઓછું નથી.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ પ્રખ્યાત મોગાઓ ગુફાઓની શૈલીમાં બનેલ આ શૌચાલય કલા, વારસો અને આરામનું એક અનોખું મિશ્રણ છે. આ બે માળના સ્થળે દુનહુઆંગ સંસ્કૃતિથી પ્રેરિત ભીંતચિત્રો છે, જ્યારે બહાર પારદર્શક કાચની દિવાલો છે જેમ કે સામાન્ય રીતે સત્તાવાર ઇમારતમાં જોવા મળે છે.
આ શૌચાલયની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં મધર એન્ડ બેબી રુમ છે. જેમાં એન્ટિબેક્ટેરિયલ નર્સિંગ ટેબલ, બાળ સુરક્ષા બેઠકો અને સ્વ-સફાઈ સિસ્ટમ છે. આ ઉપરાંત અંદર અન્ય લોકો માટે બેસવાની જગ્યા, પીણાનું ડિસ્પેન્સર અને વૃદ્ધ અને અપંગ પ્રવાસીઓ માટે સુલભ સુવિધાઓ પણ છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ જાહેર શૌચાલય બહારથી કેટલું શાનદાર દેખાય છે અને અંદરનો નજારો કોઈ રેસ્ટોરન્ટ જેવો લાગે છે. આ શૌચાલયની સુંદરતાએ લોકોને મોહિત કર્યા છે. 16 ઓગસ્ટના રોજ ખુલેલું આ શૌચાલય ટૂંક સમયમાં પ્રવાસીઓનું પ્રિય બની ગયું છે. આ શૌચાલયને ‘દુનહુઆંગ પ્યોર રિયલ્મ પબ્લિક કલ્ચરલ સ્પેસ’ તરીકે ઓળખાતા સાંસ્કૃતિક આકર્ષણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. એટલા માટે ઘણા લોકો પરંપરાગત હાનફુ ડ્રેસ પહેરીને પણ અહીં મુલાકાત લેવા આવે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, એક મહિલાએ કહ્યું, ‘હું રાત્રે બજારમાં શૌચાલય શોધી રહી હતી અને મને લાગ્યું કે હું ભૂલથી બંધ ગુફામાં પ્રવેશી ગઈ છું. મેં બીજા એક પ્રવાસીને પણ ત્યાં પરંપરાગત હાનફુ ડ્રેસ પહેરીને ફોટા ન પડાવવાનો અફસોસ કરતા સાંભળ્યા’. હવે આ જાહેર શૌચાલય જોયા પછી, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક યુઝરે કહ્યું, ‘આ મેં અત્યાર સુધી જોયેલું સૌથી વૈભવી જાહેર શૌચાલય છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘જ્યારે તમે અંદર પ્રવેશ કરો છો, ત્યારે શાંતિ હોય છે અને બહારની સ્ક્રીન પણ બતાવે છે કે તમે કેટલા મિનિટ અંદર રહ્યા છો. જો તમે 5 મિનિટથી વધુ સમય માટે અંદર રહ્યા છો, તો ડિસ્પ્લેનો રંગ બદલાય છે, જે તમને જણાવે છે કે તમે લાંબા સમયથી અંદર છો’.
આ પણ વાંચો: સ્કૂલના મેડમ અને વિદ્યાર્થીઓએ ‘ઠુમક-ઠુમક’ પર મટકાવી કમર, લોકોએ કહ્યું- All cuties in one frame