ચીનાઓ ભરાયા,TikTokનાં હવે અમેરિકામાં પાટીયા પડવાની ઘડીઓ ગણાવા માંડી,ByteDanceનાં માલિકોએ વેચવા કાઢી કંપની,અમેરિકામાં એપ, દેશની સુરક્ષાને ખતરો હોવાની તરફેણમાં મતદાન

|

Jul 22, 2020 | 2:09 PM

ચાઈનીઝ એપ ટીકટોક હવે ભારત બાદ અમેરિકામાં પણ બંધ થવાની સ્થિતિમાં પહોચી ચુકી છે. ભારતમાં એપ પર પ્રતિબંધ મુકાયા બાદ દેશ દુનિયામાં આ એપ વિવાદમાં આવી ગઈ છે. અમેરિકામાં પણ આ એપ પર સખતીથી કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે તેના પર જલ્દીથી કોઈ પગલું ભરાઈ શકે છે. વપરાશકર્તાઓની દ્રષ્ટીએ ભારત અને અમેરિકામાં સંખ્યા વધારે […]

ચીનાઓ ભરાયા,TikTokનાં હવે અમેરિકામાં પાટીયા પડવાની ઘડીઓ ગણાવા માંડી,ByteDanceનાં માલિકોએ વેચવા કાઢી કંપની,અમેરિકામાં એપ, દેશની સુરક્ષાને ખતરો હોવાની તરફેણમાં મતદાન
http://tv9gujarati.in/china-o-have-bha…-e-vechva-kaadhi/

Follow us on

ચાઈનીઝ એપ ટીકટોક હવે ભારત બાદ અમેરિકામાં પણ બંધ થવાની સ્થિતિમાં પહોચી ચુકી છે. ભારતમાં એપ પર પ્રતિબંધ મુકાયા બાદ દેશ દુનિયામાં આ એપ વિવાદમાં આવી ગઈ છે. અમેરિકામાં પણ આ એપ પર સખતીથી કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે તેના પર જલ્દીથી કોઈ પગલું ભરાઈ શકે છે. વપરાશકર્તાઓની દ્રષ્ટીએ ભારત અને અમેરિકામાં સંખ્યા વધારે છે એવામાં તેની મૂળ માલિક કંપની બાઈટડાન્સ હવે તેના ભવિષ્યને લઈ ચિંતામાં મુકાઈ છે.

ધ ઈન્ફોર્મેશનના એક રીપોર્ટ મુજબ ઘણાં અમેરિકાનાં રોકાણકારો TikTokને ખરીદવાનાં રસ્તાઓ શોધવા લાગ્યા છે અને તેમાં અમેરિકાનાં એ કોરાણકારો પણ સામેલ છે કે જેનો સારો એવો હિસ્સો ટીકટોકનીં માલિક બાઈટડાન્સમાં છે. બાઈટડાન્સનાં CEOએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે આ એપનાં બેસ્ટ ફ્યુચર માટે તેને વેચી નાખવા અમે ઓપન છીએ હવે. એક માહિતિ પ્રમાણે આ મુદ્દા પર જાણકારી રાખવાવાળાને ટાંકી કહેવાયું છે કે ByteDance USનાં અમુક રોકાણકાર કંપનીનાં ટોપ મેનેજમેન્ટની સાથે ટીકટોકનાં મોટાભાગના સ્ટેક ખરીદવાને લઈ વાતચીત કરી રહ્યા છે.

અગર એવું થાય છે તો TikTokને કોઈ અમેરિકન ઈન્વેસ્ટર ખરીદી લે છે તો આ સ્થિતિમાં આ એપનાં ભારતમાં પરત ફરવાનો રસ્તો સરળ થઈ શકે છે અને અમેરિકામાં બેન થવાથી તે બચી પણ શકે છે. અમેરિકામાં આ એપ્લિકેશન પર એક્શન લેવા માટે હાલમાં વોટીંગ શરૂ થઈ ગયું છે અને નેશનલ ડિફેન્સ ઓથરાઈઝેશન એક્ટ મુજબ તેના પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં વધારે પ્રતિનિધિઓએ વોટીંગ કર્યું છે. અગર અમેરિકાનાં રોકાણકાર આ એપને ખરીદે છે તો ડેટા પોલીસીને લઈ અમેરિકામાં આ એપ યથાવત રહી શકે છે કેમકે હાલમાં આ એપની ડેટા પોલીસીને લઈ અમેરિકા પણ ચિંતિંત છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ જ કારણ છે કે નેશનલ સિક્યોરીટી પર પણ ધમકી ગણાવાતી રહી છે. ભારત અને અમેરિકા આ બંને દેશોનાં ચીન સાથેના સંબંધ પાછલા અમુક સમયથી ખરાબ થઈ ગયા છે, એટલા માટે બાઈટડાન્સ એપ અમેરિકામાં જ વેચી દેવામાં આવે તો તે અમેરિકા સાથે ભારતમાં પણ પાછી ફરી શકે છે. હાલમાં આ વાતચીત રોકાણકારો અને ટોપ મેનેજમેન્ટ વચ્ચે શરૂઆતનાં તબક્કામાં વાતચીત ચાલી રહી છે એટલે એ કહેવું ઉતાવળ્યું ભરેલું રહેશે કે આ એપ ભારતમાં જલ્દી પાછી ફરી શકશે.

Next Article