ચોર ચોરી કરવા, સામાનની આમ તેમ હેરાફેરી માટે શું કરે છે તે ક્યારેય જાણી શકાતું નથી. પરંતુ કોઈક એવો દિવસ હોય જેમાં તે ક્યારેક પકડાઈ જાય છે, તો ક્યારેક બચી જાય છે. પરંતુ જ્યારે તેઓ પકડાય છે, ત્યારે તેમની અજીબોગરીબ રીતો સામે આવે છે, જેને જાણ્યા પછી તમે જરૂર આશ્ચર્યચકિત થશો.
આવી જ એક ઘટના દક્ષિણપૂર્વ ચીનના શેનઝેન શહેરના ફુટિયન બંદર પર બની હતી. આ એ શહેર છે જે મેઇનલેન્ડ ચાઇના અને હોંગકોંગ વચ્ચેના પ્રવેશ બિંદુ તરીકે માનવમાં આવે છે. અહીં ચીનના હોંગકોંગ કસ્ટમ્સના અધિકારીઓએ જોયું કે એક વ્યક્તિ નર્વસ દેખાઈ રહ્યો હતો અને તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. વાસ્તવમાં તે વ્યક્તિ પોતાના ખિસ્સામાં 14 જીવતા સાપ છુપાવીને કસ્ટમથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેના ચહેરાના હાવભાવે તેના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા અને તેના હાવભાવ જોઈને સુરક્ષાકર્મીએ તેને રોક્યો.
એક રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ અધિકારીઓઑ થી દૂર ભાગી રહ્યો હતો. આના પર અધિકારીઓને શંકા ગઈ અને તરત જ તે માણસને અલગ કરી દીધો અને તેનો સામાન તપાસવા વિનંતી કરી. પાછળથી તપાસમાં, કાપડના મોજાં અને સ્ટોકિંગ્સની અંદર છુપાયેલા 12 સાંપમળી આવ્યા હતા. સરહદી એજન્ટોએ કાળજીપૂર્વક મોજાં ખોલ્યાં અને એક પછી એક સાપને બહાર કાઢ્યા. સાપને પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
મળી આવેલા સાપમાં લુપ્ત થતી કેટલીક પ્રજાતિઓ હતી, જેને રોયલ અજગર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પ્રજાતિ લુપ્ત થવાની આરે છે. મળી આવેલા 14 સાપમાં ત્રણ સાપ લુપ્ત થનારા છે. આ સાપ તે પ્રજાતિના છે જે ‘સંકટગ્રસ્ત‘ છે અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં સૂચિબદ્ધ છે.
એક અહેવાલ અનુસાર, ચાઇનીઝ નિયમો જણાવે છે કે દેશમાં લાવવામાં આવેલા અથવા બહાર લઇ જવામાં આવેલા પ્રાણીઓનું પરીક્ષણ કરવું આવશ્યક છે. તેઓ કાયદેસર રીતે જતા પહેલા થોડા સમય માટે ક્વોરેન્ટાઇન થાય છે. આનો અર્થ એ થયો કે જે 14 સાપની અસફળપણે સરહદ પારથી દાણચોરી કરવામાં આવી હતી, તેમને ક્વોરેન્ટાઇન ઓર્ડર અને પછીના ટેસ્ટિંગની જરૂર પડશે જેથી તેઓ કોઈ રોગ ન કરે.
આ પણ વાંચો : Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?
આવું પહેલીવાર નથી જ્યારે કોઈ આ રીતે કપડામાં સંતાડીને સાપની તસ્કરી કરી રહ્યું હોય. ગયા મહિને, એક મહિલાએ જીવંત કોર્ન નામના સાપને તેના ડ્રેસમાં છુપાવીને ફુટિયન બંદરમાં દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કસ્ટમ અધિકારીઓએ ફ્યુટિયન બંદર પર એન્ટ્રી ચેનલમાંથી પસાર થતી ‘વિચિત્ર બોડી શેપ’વાળી મહિલા મુસાફરને જોઈ, તેના શરીરને જોઈને અધિકારીઓને શંકા ગઈ અને તેને સંપૂર્ણ બોડી સ્કેન કરાવવા કહ્યું, ત્યારબાદ અધિકારીઓએ મોજામાં વીંટાળેલા પાંચ જીવંત સાપ મુસાફરની છાતીમાંથી મળી આવ્યા હતા, જેને જપ્ત કરીને સંબંધિત વિભાગોને સોંપવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો