આખરે ચીનની સાન આવી ઠેકાણે, ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા તૈયાર

|

Aug 03, 2021 | 5:58 PM

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર પેટ્રોલિંગ પોઈન્ટ -15 હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનો વચ્ચે બંને દેશો વચ્ચેનો વિવાદ હજુ પણ ઉકેલાયો નથી

આખરે ચીનની સાન આવી ઠેકાણે, ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા તૈયાર
china is ready to disengage army troops from gogra hills

Follow us on

ભારત અને ચીન વચ્ચે ગત સપ્તાહે સમાપ્ત થયેલી 12માં સ્તરની કમાન્ડર સ્તરની બેઠકની અસર સરહદ ઉપર દેખાઈ રહી છે. ચીની ‘ડ્રેગન’ હવે પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા સહમત થયું છે. ગોગરા હાઇટ્સ વિસ્તારમાં, બંને દેશોની સેના ગયા વર્ષના મે મહિનાથી સામસામે ખડકાયેલી છે. આ વિસ્તાર પેટ્રોલિંગ પોઇન્ટ 17A તરીકે પણ ઓળખાય છે. ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવ વિસ્તારમાંથી સેનાને પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારથી ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દો પડતર હતો.

કેટલાક મીડિયામાં સૂત્રોને ટાંકીને અહેવાલ રજૂ કરાયો છે કે, ગોગરા હાઇટ્સને લઈને બંને દેશોની સેનાઓ વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે. ભાત અને ચીન બંને દેશો વચ્ચે થયેલા આ કરાર પર કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. જે અંતર્ગત બંને દેશનું સૈન્ય ગોગરા હાઇટ્સ ખાતેથી જલ્દીથી હટાવી લેવાશે.

31 જુલાઈએ બંને દેશો વચ્ચે ટોચની સૈન્ય કક્ષાની વાટાઘાટો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે મોલ્ડોમાં યોજાઈ હતી. જે બાદ 2 ઓગસ્ટના રોજ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે વિવાદના અન્ય મુદ્દાઓને ઝડપથી ઉકેલવા માટે સહમતી થઈ હતી. સરહદ પરના વિવાદ ઉકેલવાની દિશામાં બંને દેશોએ આ બેઠકને મહત્વની ગણાવી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

અત્રે ઉલ્લેખનીય છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર પેટ્રોલિંગ પોઈન્ટ -15 હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનો વચ્ચે બંને દેશો વચ્ચેનો વિવાદ હજુ પણ ઉકેલાયો નથી. પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે ઊભા થયેલા વિવાદ બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના સંઘર્ષને કારણે સરહદ પરની સ્થિતિ તંગ બની છે. આ તણાવ ઘટાડવા માટે અત્યાર સુધી અનેક તબક્કે સૈન્યસ્તરની અને રાજદ્વારીસ્તરની મંત્રણા યોજાઈ છે. જે બાદ હાલમાં LAC ખાતે શાંતિ છે, પરંતુ બન્ને દેશ વચ્ચેનો તણાવ ઓછો થયો નથી.

આ પણ વાંચોઃ ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા

 

આ પણ વાંચોઃ Exclusive: અફઘાન યુદ્ધમાં પાકિસ્તાન કરી રહ્યું છે પાછલા બારણે મદદ, સીક્રેટ જેલમાં બંધ કેદીઓ સાથે TV9 ભારતવર્ષની ખાસ વાતચીત

Next Article