China News : ચીનના મંગોલિયામાં બ્યુબોનિક પ્લેગનો ખતરો, કોરોના કરતાં પણ વધુ ખતરનાક રોગચાળાનો વધ્યો ભય

|

Aug 14, 2023 | 5:23 PM

બ્યુબોનિક પ્લેગના બે કેસો ચીનના ઉત્તરીય ક્ષેત્રના આંતરિક મંગોલિયામાં જોવા મળ્યા છે. બ્યુબોનિક પ્લેગને અગાઉ 'બ્લેક ડેથ' તરીકે પણ ઓળખવામાં આવતી હતી. WHO અનુસાર, 'બ્યુબોનિક પ્લેગ એ પ્લેગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક રોગચાળામાં ફેરવાઈ શકે છે.

China News : ચીનના મંગોલિયામાં બ્યુબોનિક પ્લેગનો ખતરો, કોરોના કરતાં પણ વધુ ખતરનાક રોગચાળાનો વધ્યો ભય

Follow us on

ચીનના ઉત્તરીય વિસ્તાર ઇનર મંગોલિયામાં બ્યુબોનિક પ્લેગના વધુ બે કેસ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ચીનની સરકારે જણાવ્યું છે કે, આ બંને નવા કેસ એક જ પરિવારમાંથી મળી આવ્યા છે, જ્યાં 7 ઓગસ્ટે પહેલો કેસ જોવા મળ્યો હતો.

હવે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને સતત તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. WHO અનુસાર, ‘બ્યુબોનિક પ્લેગ એ પ્લેગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક રોગચાળામાં ફેરવાઈ શકે છે. આ અંગે સરકારે એક નિવેદન જાહેર કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોઝિટિવ મળી આવેલા લોકોના સંપર્કમાં આવેલા તમામ શકમંદોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, પહેલા પત્નીને ચેપ લાગ્યો હતો, ત્યારબાદ પતિ અને પુત્રીમાં પણ લક્ષણો પોઝિટિવ જોવા મળ્યા હતા. જો કે, અત્યાર સુધી તેમના સંપર્કમાં આવેલા તમામ સંક્રમિત અને શંકાસ્પદ લોકોમાં કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળ્યા નથી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

દરેકને દવાઓ આપવામાં આવી રહી છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં, હેલ્થ કમિશને તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે બ્યુબોનિક પ્લેગના એક કેસમાં એક દર્દીનું મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે મૃત્યુ થયું હતું. આ પ્લેગનો ચેપ ઉંદરો દ્વારા ફેલાય છે. અહીં, WHO અનુસાર, ‘બ્યુબોનિક પ્લેગ, તે ચેપગ્રસ્ત ચાંચડના કરડવાથી થાય છે.

બ્યુબોનિક પ્લેગ બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે

બ્યુબોનિક પ્લેગ એક એવા પ્રકારનો રોગ છે જે બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. મધ્ય યુગમાં તે બ્લેક ડેથ તરીકે ઓળખાતું હતું. તેનું મુખ્ય કારણ પ્લેગ નામના બેક્ટેરિયા છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે તે બેક્ટેરિયલ ચેપ છે, વાયરસ નથી! તેથી જ તેની સારવાર એન્ટીબાયોટીક્સ દ્વારા પણ શક્ય છે.

આ પણ વાંચો : લો બોલો નસીબ તે આનું નામ ! માણસે ખરીદ કર્યુ જૂનું કબાટ, રહસ્યમય રીતે અંદરથી મળ્યો કરોડોનો ‘ખજાનો’

બ્યુબોનિક પ્લેગ બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. તે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા, યર્સિનિયા પેસ્ટિસના ચેપને કારણે થાય છે. આ રોગ સામાન્ય રીતે માણસના શરીરમાં ડંખ મારવાની પ્રકૃતિ ધરાવતા પ્રાણીઓને કારણે ફેલાય છે, જે સામાન્ય રીતે ચાંચડના સંપર્કમાં આવે છે. કેટલીકવાર આ ચાંચડ લોકોને કરડે પણ છે, જેના કારણે તેના ચેપનું જોખમ વધી જાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article