China lockdown : ચીનમાં કોરોનાની નવી લહેર, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું

|

Mar 11, 2022 | 4:59 PM

ચીને શુક્રવારે 9 મિલિયનની વસ્તીવાળા ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લાગાવાનો આદેશ આપ્યો છે. પ્રદેશમાં કોવિડ-19ના મામલાઓમાં થયેલા વધારા વચ્ચે ચીને લોકડાઉન લાગુ કરવા માટે આ આદેશ આપ્યો છે.

China lockdown : ચીનમાં કોરોનાની નવી લહેર, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું
China imposes lockdown in Changchun
Image Credit source: symbolic picture

Follow us on

China lockdown : કોરોના વાયરસ (Corona virus)ના કેસોમાં નવી લહેર વચ્ચે ચીને 9 મિલિયનની વસ્તી ધરાવતા ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ હેઠળ, લોકોએ ઘરે જ રહેવું પડશે અને સામૂહિક પરીક્ષણના ત્રણ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. બિન-આવશ્યક વ્યવસાયો બંધ કરવામાં આવ્યા છે

ચાંગચુનમાં કોવિડના 48 નવા કેસ જોવા મળ્યા

ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર શક્ય તેટલી વહેલી તકે શૂન્ય-કોવિડ નીતિ હાંસલ કરવા માટે, ઉત્તરપૂર્વ ચીનના જિલિન પ્રાંતની રાજધાની ચાંગચુનમાં ન્યુક્લિક એસિડ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આ સાથે ન્યુક્લીક એસિડ ટેસ્ટના વધુ ત્રણ રાઉન્ડ કરવામાં આવશે જેથી તમામ છુપાયેલા કેસ શોધી શકાય. 8 માર્ચથી ચાંગચુનમાં કોવિડના 48 નવા કેસ જોવા મળ્યા છે.

ચાંગચુન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ઝાંગ જિંગગુઓએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું કે, ચાંગચુનમાં જોવા મળેલો પહેલો કેસ કોવિડ પ્રભાવિત વિસ્તારની મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. તેમણે કહ્યું કે ચાંગચુનના 11 કેસોનો જીનોમ અભ્યાસ કરવાથી જાણવા મળ્યું છે કે તે તમામ ઓમિક્રોન વેરિઅન્ટના સ્ટ્રેન છે. જિંગગુઓએ કહ્યું છે કે ચાંગચુનમાં રોગચાળાની સ્થિતિ હજુ પણ વધી રહી છે અને ટુંક સમયમાં કેસોની સંખ્યામાં વધારો થવાની આશા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સ્થાનિક ટ્રાન્સમિશનના 397 વધુ કેસ નોંધ્યા

ચીનમાં શુક્રવારે દેશભરમાં સ્થાનિક ટ્રાન્સમિશનના 397 વધુ કેસ નોંધ્યા, જેમાંથી 98 જિલિન વિસ્તારના હતા.જો કે, સત્તાવાળાઓએ રોગચાળા પ્રત્યે શૂન્ય-કોવિડ નીતિ ચીનની નીતિના ભાગરૂપે એક અથવા વધુ કેસ ધરાવતા વિસ્તારોમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.

ચાંગચુને રહેવાસીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. દર બે દિવસે એક વ્યક્તિને “રોજની જરૂરિયાતો” ખરીદવાની મંજૂરી આપવામાં આવશે,

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election: પૂર્વાંચલની લડાઈમાં BJPની મોટી જીત, PM મોદી અને CM યોગીની જોડી સપાના ચક્રવ્યુહને તોડવામાં સફળ

Next Article