CHINA BORDER ઉપર -33 ડીગ્રીમાં અડીખમ ભારતીય જવાનો, બરફ ઓગાળીને પીવે છે પાણી

|

Jan 16, 2021 | 12:45 PM

ચીન (CHINA) તરફથી વધતા તણાવ બાદ આ વખતે ઉત્તરાખંડને અડીને આવેલી ચીનની સરહદ (CHINA BORDER) પર તૈનાત સૈન્ય(SOLIDER) અને આઇટીબીપીના (ITBP) જવાનોની ધૈર્યની કસોટી ઋતુ લઈ રહી છે.

CHINA BORDER ઉપર -33 ડીગ્રીમાં અડીખમ ભારતીય જવાનો, બરફ ઓગાળીને પીવે છે પાણી
ચીન સરહદે -33 ડીગ્રી ઠંડી

Follow us on

ચીન (CHINA) તરફથી વધતા તણાવ બાદ આ વખતે ઉત્તરાખંડને અડીને આવેલી ચીનની સરહદ (CHINA BORDER) પર તૈનાત સૈન્ય(SOLIDER) અને આઇટીબીપીના (ITBP) જવાનોની ધૈર્યની કસોટી ઋતુ લઈ રહી છે. રાજ્યના ઉચ્ચ હિમાલય લીપુલેખ કાલાપાણીની (KALAPANI) અગ્રિમ ચોંકી પાસે આ દિવસોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 15 થી માઈનસ 33 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ કારણે ઉચ્ચ હિમાલયી રેન્જના 80 કિલોમીટર રેન્જમાં 37 થી વધુ મોટા જળાશયો સાથે ધોધ પણ જામી ગયા છે. આ સંજોગોમાં સૈનિકોને પીવાનું પાણી પણ મળી શકતું નથી.

ચીનની ભારતની (INDIA) સરહદ પર લસપા, મિલમ, બુગડિયાર, લિપુલેખ, બુંદી, ગરબ્યાંગ, નપ્લચ્છુ, રોગકોંગ, ગુંજી, નબી સહિત વ્યાસ ખીણની ચોંકીઓ પર 2500 થી વધુ જવાનો તૈનાત છે. આ વિસ્તારોના 6 થી વધુ ગામોમાં 300 થી વધુ સ્થાનિક લોકો પણ રહે છે. આ પ્રદેશમાં 18 દિવસમાં છ થી વધુવાર હિમવર્ષા થઈ છે. ઘણી જગ્યાએ પાંચ ફૂટથી વધુ બરફ પડ્યો છે. સ્થાનિક લોકોને ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ભારત-ચીન(INDIA-CHINA BORDER) સરહદ પર ચોંકીઓમાં પાણીના સ્ત્રોત જામી જવાથી અધિકતર ક્ષેત્રમાં જવાન અને સ્થાનિક લોકો બરફ ઓગાળીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. લાસ્પ, મિલમ, બુગડિયારમાં પાણીની લાઇન જામી ગઈ છે. અહી તૈનાત આઇટીબીપી, સેના અને બીઆરઓ કર્મી પાણીની લાઇનની નીચે આગ લગાડીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે.

Next Article