પડોશી દેશો પ્રત્યે ચીનનું (China) વલણ શરૂઆતથી જ આક્રમક રહ્યું છે. નેપાળ હોય, ભૂટાન હોય કે તાઈવાન હોય, ચીનની હરકતોથી બધા વાકેફ છે. દરમિયાન બુધવારે તાઈવાનમાં (Taiwan) ચીનના હુમલાના સમાચારે બધાને પરેશાન કરી દીધા હતા. ખરેખર, ચીને તાઈવાન પર હુમલો કર્યો ન હતો, પરંતુ ત્યાંની એક ટીવી ન્યૂઝ ચેનલે ચીનના હુમલાના (Taiwan Attack) સમાચાર પ્રસારિત કર્યા હતા. જો કે આ પછી ચેનલ તરફથી માફી પણ માંગવામાં આવી છે.
બુધવારના રોજ તાઈવાનની ટીવી ન્યૂઝ ચેનલ ચાઈનીઝ ટેલિવિઝન સિસ્ટમ્સે તેના ટીવી ટીકર (ચેનલની નીટે સ્ક્રિન પર ચાલચી પટ્ટી) પર સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે અહેવાલ આપ્યો હતો કે ચીની પક્ષે ન્યૂ તાઈપેઈ શહેરના ઘણા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ચીને ન્યૂ તાઈપેઈ શહેરમાં ગાઈડેડ મિસાઈલથી હુમલો કર્યો છે. તાઈપેઈ પોર્ટમાં પણ અનેક બોટોને નુકસાન થયું છે. બાંકાઓ સ્ટેશનમાં પણ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેના વિસ્ફોટથી ઘણી જગ્યાએ આગ લાગી છે.
તે જ સમયે, આ તાઇવાનની ટીવી ચેનલે પણ આ સમાચાર ચલાવવાના થોડા કલાકો પછી માફી માંગી હતી. આ ચેનલમાં લાઈવ પ્રસારણ દરમિયાન કરવામાં આવ્યું છે. ચેનલે કહ્યું કે, ન્યૂ તાઈપેઈ સિટી ફાયર વિભાગ માટે આપત્તિ નિવારણનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. તે એક દિવસ પહેલા કરવામાં આવી હતી. પરંતુ બુધવારે પ્રોડક્શન લેવલ પર ખામીને કારણે તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂ તાઈપેઈ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર હુઆંગ ડી ચિંગે કહ્યું છે કે, વાર્ષિક કવાયતના ભાગરૂપે, ચીની હુમલાના ફૂટેજને વીડિયોમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તમામ મ્યુનિસિપલ સરકારોને આમ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિડિયો રાષ્ટ્રીય સંરક્ષણ અને આપત્તિ નિવારણની કવાયત માટે છે. સંરક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચીની હુમલાના દ્રશ્યને વીડિયોમાં મુકવામાં આવે. તેથી જ તે વિડિયોની શરૂઆતમાં દાખલ કરવામાં આવ્યું હતું.
યુક્રેન પર રશિયાના હુમલાને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જો વાતચીત શાંતિપૂર્ણ રીતે નહીં થાય તો ચીન તાઈવાન પર પણ હુમલો કરી શકે છે. જોકે આ માત્ર ચર્ચાઓ હતી, પરંતુ ચીન તરફથી આવો કોઈ હુમલો થયો નથી. તાઈવાનમાં છેલ્લા ઘણા સમયથી ચીન તરફથી સેના વધારવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક દબાણ પણ જોવા મળી રહ્યું છે. અમેરિકા સાથે વધતા સંબંધોને કારણે ચીન સતત તાઈવાનને નિશાન બનાવી રહ્યું છે.
આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ
આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો