Chicago News : Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા

શિકાગોના એક મકાનમાલિક, ચાલુ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈ ગુસ્સે ભરાયા છે, આ વચ્ચે શિકાગોના મકાનમાલિકે તેના છ વર્ષના પેલેસ્ટિનિયન-અમેરિકન ભાડૂત અને તેની માતા પર છરી વડે હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર બાબતે કાર્યવાહી પણ કરી છે. CAIR અનુસાર, હનાન અને તેનો પુત્ર વાડિયા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે વર્ષથી રહેતા હતા અને મકાનમાલિક સાથે તેમનો અગાઉ કોઈ વિવાદ નહોતો.

Chicago News : Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા
| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:47 PM

શિકાગોમાં એક મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે થયેલી છરાબાજીની ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં આવાસની અંદર બે લોકો ઘાયલ જોવા મળ્યા. તેની ઓળખ જોસેફ એમ. કાઝુબા,  તરીકે થઈ હતી. મૃતકોની ઓળખ 32 વર્ષીય હનાન શાહીન અને તેના પુત્ર વાડિયા અલ-ફયુમ તરીકે થઈ છે.

એમ વિલ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં બાળકનું મૃત્યુ થયું હતું, શેરિફની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરાને તેના સમગ્ર શરીરમાં 26 વાર છરા મારવામાં આવ્યો હતો અને તેના પેટમાંથી છરી કાઢી નાખવામાં આવી હતી.

ગુનામાં વપરાયેલ છરી 12 ઇંચની સેરેટેડ લશ્કરી છરી હતી, જેમાં સાત ઇંચની બ્લેડ હતી. જોકે શંકાસ્પદ વ્યક્તિએ હુમલામાં તેની સંડોવણી અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ પોલીસકર્મીઓ પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

વિલ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મુસ્લિમો હોવાના કારણે અને હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Chicago News: શિકાગોમાં 130 વર્ષ જૂના ચર્ચમાં લાગી ભીષણ આગ

દરમિયાન, કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ (CAIR-શિકાગો), દેશની સૌથી મોટી મુસ્લિમ નાગરિક અધિકાર અને હિમાયત સંસ્થાના શિકાગો કાર્યાલયે આ હુમલાને સૌથી ખરાબ  ગણાવ્યો હતો.

CAIR અનુસાર, હનાન અને તેનો પુત્ર વાડિયા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે વર્ષથી રહેતા હતા અને મકાનમાલિક સાથે તેમનો અગાઉ કોઈ વિવાદ નહોતો. આ ઘૃણાસ્પદ ઘટનાની નિંદા કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે તેઓ આ હુમલાને લઈ ખૂબ  દુખી છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો