₹37 કરોડની સરપ્રાઈઝ ભેટ ! બુર્જીલ હોલ્ડિંગ્સે ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને આપ્યું ગજબનું ‘રિવોર્ડ’, અંદાજિત 10,000 કર્મચારીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો

બુર્જીલ હોલ્ડિંગ્સના ચેરમેન અને સીઈઓ (CEO) ડો. શમશીર વાયલિલ દ્વારા લગભગ 10,000 ફ્રન્ટલાઈન કર્મચારીઓને ફાયદો થયો છે. યુએઈમાં આયોજિત નેતૃત્વ સંબોધન દરમિયાન, હજારો ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને AED 15 મિલિયનનું રિવોર્ડ મળ્યું હતું.

₹37 કરોડની સરપ્રાઈઝ ભેટ ! બુર્જીલ હોલ્ડિંગ્સે ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને આપ્યું ગજબનું રિવોર્ડ, અંદાજિત 10,000 કર્મચારીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો
| Updated on: Jan 19, 2026 | 8:07 PM

બુર્જીલ હોલ્ડિંગ્સના ચેરમેન અને સીઈઓ (CEO) ડો. શમશીર વાયલિલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ફંડથી લગભગ 10,000 ફ્રન્ટલાઈન કર્મચારીઓને ફાયદો થશે. આમાં ગ્રુપના નર્સિંગ, સંલગ્ન આરોગ્ય (allied health), પેશન્ટ કેર, ઓપરેશન અને સપોર્ટ વર્કફોર્સના આશરે 85 ટકા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

MENA (મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા) ના અગ્રણી સુપર-સ્પેશિયાલિટી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર, બુર્જીલ હોલ્ડિંગ્સ દ્વારા યુએઈમાં આયોજિત નેતૃત્વ સંબોધન દરમિયાન, હજારો ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને AED 15 મિલિયન (આશરે ₹37 કરોડ) નું રિવોર્ડ મળ્યું હતું.

બુર્જીલ હોલ્ડિંગ્સના ચેરમેન અને સીઈઓ ડો. શમશીર વાયલિલ દ્વારા આયોજિત ગ્રુપ-વાઈડ લીડરશિપ સંબોધન માટે અબુ ધાબીના એતિહાદ એરેનામાં 8,500 થી વધુ કર્મચારીઓ એકઠા થયા હતા.

10,000 ફ્રન્ટલાઈન કર્મચારીઓને ફાયદો

ઇવેન્ટમાં એક ભાવનાત્મક વળાંક આવ્યો, જ્યારે ફ્રન્ટલાઈન હેલ્થકેર કામદારોને ગ્રુપની નવનિર્મિત ‘BurjeelProud’ પહેલમાં તેમના સમાવેશની પુષ્ટિ કરતા એસએમએસ (SMS) મળવા લાગ્યા. આ પહેલના પ્રથમ તબક્કાથી લગભગ 10,000 ફ્રન્ટલાઈન કર્મચારીઓને ફાયદો થશે, જેમાં ગ્રુપના નર્સિંગ, સંલગ્ન આરોગ્ય (allied health), પેશન્ટ કેર, ઓપરેશન અને સપોર્ટ વર્કફોર્સના આશરે 85 ટકા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ આર્થિક માન્યતા (રિવોર્ડ) કર્મચારીની ભૂમિકા અને કેટેગરીના આધારે આશરે અડધા મહિનાથી એક મહિનાના મૂળ પગાર (basic salary) જેટલી રહેવાની ધારણા છે. ટાઉન હોલ દરમિયાન કર્મચારીઓને સંબોધતા ડો. શમશીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલ કોઈપણ શરતો સાથે જોડાયેલી નથી.

વર્કર્સના યોગદાનની પ્રશંસા કરી

તેમણે કહ્યું કે, “આ કોઈ ચોક્કસ વિભાગ માટેનું ઇનામ નથી કે ન તો તે કોઈ શરતો સાથે જોડાયેલું છે. આ એટલા માટે નથી કે તમે માંગણી કરી છે પરંતુ આ એટલા માટે છે કારણ કે, તમે જ એ લોકો છો જે જમીન પર રહીને ખરેખર કામ કરો છો.” તેમણે ફ્રન્ટલાઈન વર્કર્સના યોગદાનની પ્રશંસા કરી અને નોંધ્યું કે, આ પહેલ એ દેશને પરત આપવાની (giving back) પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેણે આ ગ્રુપના વિકાસમાં મદદ કરી છે.

આ એક સરપ્રાઈઝ હતી: નર્સ

આ જાહેરાત બાદ આખા એરેનામાં લાંબા સમય સુધી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો અને આ ક્ષણનું મહત્વ સમજાતા અનેક કર્મચારીઓ દેખીતી રીતે જ ભાવુક થઈ ગયા હતા. ઘણા ફ્રન્ટલાઈન સ્ટાફ સભ્યોએ આ પહેલને તેમની રોજિંદી સેવાનું અત્યંત વ્યક્તિગત સન્માન ગણાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ એક નર્સે જણાવ્યું હતું કે, “આ એક સરપ્રાઈઝ હતી. એવું લાગ્યું કે, જાણે આ ક્ષણ અમારા તમામ ફ્રન્ટલાઈન કાર્યકરો માટે જ હતી.”

આ સન્માનની પહેલ બુર્જીલ હોલ્ડિંગ્સના વિકાસના આગામી તબક્કા ‘બુર્જીલ 2.0’ (Burjeel 2.0) નો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અમલીકરણ (execution), જવાબદારી (accountability) અને લોકો દ્વારા સંચાલિત વિકાસ (people-led growth) પર છે.

વર્ષ 2030 નું વિઝન ક્લિયર

સંબોધન દરમિયાન, ડો. શમશીરે અબુ ધાબીમાં સ્થિત તેમની મુખ્ય સંસ્થા બુર્જીલ મેડિકલ સિટી માટે ગ્રુપના લાંબાગાળાના વિઝન (દ્રષ્ટિકોણ) વિશે પણ માહિતી આપી હતી. આ વિઝન મુજબ, વર્ષ 2030 સુધીમાં તેને નેક્સ્ટ જનરેશન ‘મેડિકલ સિટી ઇકોસિસ્ટમ’ તરીકે વિકસાવવામાં આવશે.

આમાં અબુ ધાબીની લાંબાગાળાની હેલ્થકેર વ્યૂહરચનાને અનુરૂપ, પરંપરાગત હોસ્પિટલ મોડલથી આગળ વધીને જટિલ ક્લિનિકલ કેર, સંશોધન (research), તબીબી શિક્ષણ, પુનર્વસન (rehabilitation) અને દર્દી-કેન્દ્રીત જીવનશૈલી (Patient-centered lifestyle) ના વાતાવરણનો સમન્વય (Coordination) કરવામાં આવશે.

 વર્કર્સનું સન્માનને લઈને કરી મોટી વાત

બુર્જીલ હોલ્ડિંગ્સે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે, દર્દીની સારવાર પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવતા ફ્રન્ટલાઈન વર્કર્સનું સન્માન કરવું ખૂબ જરૂરી છે અને આ નવી પહેલ તે સતત ચાલતા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

 દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો