Britain: UK PM બોરિસ જોનસનને મોટો ઝટકો, નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય સચિવ સાજિદ જાવિદે આપ્યું રાજીનામું

|

Jul 06, 2022 | 6:36 AM

બ્રિટનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ બોરિસ જોન્સનની સરકારમાંથી નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે.

Britain: UK PM બોરિસ જોનસનને મોટો ઝટકો, નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય સચિવ સાજિદ જાવિદે આપ્યું રાજીનામું
UK Finance Minister Rishi Sunak
Image Credit source: Twitter

Follow us on

બ્રિટનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને (UK PM Boris Johnson) મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ બોરિસ જોનસનની સરકારમાંથી નાણા મંત્રી ઋષિ સુનક (UK Finance Minister Rishi Sunak) અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ (Health Secretary Sajid Javid) જાવિદે રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વડા પ્રધાન બોરિસ જોનસન પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને તેમણે આ કર્યું છે. તમને જણાવી દઈએ કે ‘પાર્ટી ગેટ’ વિવાદ બાદ બ્રિટિશ સરકાર દારૂ પાર્ટીની ઘટનામાં ફસાયેલી જોવા મળી રહી છે. યુકે સરકાર દારૂ પીવાની ઘટનાના સંબંધમાં તેના ડેપ્યુટી ચીફ વ્હીપે રાજીનામું આપ્યા પછી વધુ એક દારૂ કૌભાંડનો સામનો કરી રહી છે. શુક્રવારે, વડા પ્રધાન બોરિસ જોન્સનને કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આ સાંસદને હાંકી કાઢવાની માંગ કરવામાં આવી હતી.

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે રાજીનામું આપ્યું

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે ટ્વીટ કરીને કહ્યું કે, ‘જનતા સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે, સરકાર યોગ્ય રીતે ચાલે. લોકો ઇચ્છે છે કે સરકાર સક્ષમ અને ગંભીરતાથી ચાલે. હું સંમત છું કે આ મારી છેલ્લી મંત્રી પદની નોકરી હોઈ શકે છે, પરંતુ હું માનું છું કે આ ધોરણો લડવા યોગ્ય છે અને તેથી જ હું રાજીનામું આપી રહ્યો છું.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વીટ કરીને આ જાણકારી આપી

સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વીટ કર્યું, ‘મારા માટે આ ભૂમિકામાં સેવા આપવી એ એક મહાન સૌભાગ્યની વાત છે, પરંતુ મને અફસોસ છે કે હું આને આગળ યથાવત રાખી શકતો નથી.’

જોન્સનની સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે

તમને જણાવી દઈએ કે, ક્રિસ પિન્ચરે ગુરુવારે જોન્સનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેણે પત્રમાં કહ્યું કે, ‘બુધવારની રાત્રે મેં ખૂબ દારૂ પીધો હતો. હું મારી જાતને અને અન્યોને શરમાવ્યા અને સંબંધિત લોકોની માફી માંગુ છું.’ તેમ છતાં, તેમણે કહ્યું કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ તરીકે યથાવત રહેશે અને સંસદમાં જોન્સનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, ક્રિસ પિન્ચરની ભૂમિકા સંસદમાં ટોરી સભ્યોમાં અનુશાસન જાળવવાની છે. ખરેખર, આ બીજી વખત છે જ્યારે પિન્ચરે સરકારના વ્હીપની જવાબદારી છોડી છે. નવેમ્બર 2017 માં, તેમણે ફરિયાદને પગલે જુનિયર વ્હિપના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Published On - 6:31 am, Wed, 6 July 22

Next Article